પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓ શિક્ષણ શાખારમતગમત કાર્યક્રમ

રમતગમત કાર્યક્રમ

ગાંધીનગર જિલ્‍લાની શિક્ષણ સમીતિ હસ્‍તકની પ્રાથમિક શાળાઓ તથા માન્‍ય પ્રાથમિક શાળાઓના બાળકોમાં શિસ્‍ત,નેતૃત્‍વ,ખેલદીલીની ભાવના,સ્‍પર્ધાત્‍મક શકિત અને સર્વાંગી વિકાસ કેળવાય તેમજ બાળકોમાં રહેલ રમતગમતની પ્રવૃતિઓને વેગ મળે તે હેતુથી જિલ્‍લાની પ્રાથમિક શાળાના બાળકો માટે દર વર્ષે ગાંધીનગર જિલ્‍લા પ્રાથમિક શાળા વ્‍યાયામ મંડળ ના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવે છે.તાલુકા કક્ષાએ અને જિલ્‍લા કક્ષાએ કરવાનું હોય છે.

કબ્‍બડિ,ખોખો,લંગડી,ચક્રફેંક,ગોળાફેંક,૧૦૦,૨૦૦ મીટર ની દોડ,લાંબો કુદકો,૪×૧૦૦ રીલે દોડ વિધાર્થીઓ અને શિક્ષકો વચ્‍ચે યોજવામાં આવે છે.પ્રથમ નંબર લાવનારને શિલ્‍ડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.વિધાર્થીઓ અને શિક્ષકોની સંખ્‍યાં નકકી કરવામાં આવે છે.નિર્ણાયક ગણ,જિલ્‍લા તથા તાલુકાના પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ,તાલુકા/જિલ્‍લા શિક્ષક સંધના હોદેદારો,વ્‍યાયામ મંડળના હોદેદારો તેમજ શાળાના આચાર્યો હાજર રહે છે.આ અન્વયે જિ.શિ.તા ભવન તથા સ્વભંડોળ માંથી ખર્ચ પાડવામાં આવે છે.