×

શાખાની કામગીરી

 •   જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાઓ તરફથી રજુ થતાં બીલોની ચકાસણી કરી ચુકવણી અંગેની કામગીરી
 •   બીલોનું નિયમાનુસાર આંતરીક ઓડીટ કરાવવું.
 •   રોકડમેળ નિયમિત તથા વ્યવસ્થિત લખવાની કામગીરી .
 •   નાણાંકીય હિસાબોના રજીસ્ટરો જેવા કે, કેશબુક,એડવાન્સ,ડીપોઝીટ,ગ્રાન્ટ,ટી.એ,રોકાણ રજીસ્ટર, પગાર રજીસ્ટર વિગેરે ચકાસવા.
 •   જિલ્લા પંચાયતના માસિક, વાર્ષિક હિસાબો તૈયાર કરવા તથા વિકાસ કમિશ્નરશ્રીની કચેરીને મોકલવાની કામગીરી.
 •   વાંધા રજીસ્ટર નિભાવવું.
 •   નાણાંકીય નિયમનું ઉલ્લંધન કોઇ પણ શાખા ધ્વારા થતું ધ્યાને આવે તો ડી.ડી.ઓ સાહેબના ધ્યાને મુકવું.
 •   જિલ્લા પંચાયતનું અંદાજપત્ર તૈયાર કરવું તથા સામાન્ય સભામાં મંજુર કરાવવું.
 •   શિક્ષણ,સિંચાઇ,બાંધકામ,બ્લોક ઓફીસ સિવાય પંચાયત ફંડના નાણાં સ્વીકારવા તથા તેની પહોંચ આપવી અથવા જે તે સદરના ચલણ ચકાસી સહી કરવી.
 •   પંચાયતના કર્મચારીના જી.પી.એફ ના હિસાબો નિભાવવા સ્લીપ ઇશ્યુ કરવી, પેશગી,પાર્ટ ફાઇનલ બીલો ચૂકવણા કરવા.
 •   પંચાયત સેવાના નિવૃત થતા કર્મચારીના પેન્શન કેસો ચકાસી સમયસર દાવાઓની પતાવટ કરાવવી.
 •   નિભાવવામાં આવતા અન્ય ફંડો ચકાસવા આવે માટે ચકાસણી આપવા અને માર્ગદર્શન આપવું.
 •   એજી, એલ.એફ, ધ્વારા અપાતી ઓડીટ નોંધની પુર્તતા કરવી તથા જરુરી રજીસ્ટરો નિભાવવા.
 •   તાલુકા પંચાયતના અંદાજપત્રની ચકાસણી કરવી.
 •   યુ.ટી.સી. ચકાસી આપવા
 •   શાખાઓના કર્મચારીનું મહેકમ અંગે નિમણુંક બ઼઼ઢતી બદલી વિગેરે.
 •   શિક્ષણ,સિંચાઇ,બાંધકામ, બ્લોક ઓફીસ (આરોગ્ય) ચકાસણી સિવાય નાણાંકીય દાવાઓની ચુકવણીની વ્યવસ્થા.
 •   જિલ્લા પંચાયતના નાણાંકીય સલાહકાર
 •   હિસાબી શાખા માટે ઉપાડ અધિકારી તરીકેની સધળી જવાબદારી બજાવવી.