×

પ્રસ્‍તાવના

હિસાબી શાખા જિલ્લા પંચાયતની નાણાંકીય વ્યવહારોની તથા હિસાબી શાખાના કર્મચારીઓની મહેકમની કામગીરી કરે છે. જેમાં હિસાબી શાખા જિલ્લા પંચાયત હેઠળની જુદી જુદી શાખાના બજેટ અનુસાર ખર્ચ થાય તે અંગેનું નિયંત્રણ રાખી માર્ગદર્શન પુરું પાડે છે. તથા હિસાબી શાખમાં રજુ થતાં બીલોની ચકાસણી કરી તેના ચુકવણાં અંગેની કામગીરી કરે છે તથા જરુરી રજીસ્ટરો નિભાવી હિસાબો રાખે છે.

ઉપરાંત તાલુકા પંચાયતના બજેટની ચકાસણીની કામગીરી કરે છે. તથા જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાઓના બજેટનું એકંદરીકરણ કરી જિલ્લા પંચાયતનું નાણાંકીય બજેટ તૈયાર કરી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંજુર કરાવી તેની અમલવારીની કામગીરી હાથ ધરે છે. આમ હિસાબી શાખાની મહત્વની કામગીરી જિલ્લા પંચાયતના નાણાંકીય ફંડનું નિયંત્રણ રાખવાની છે.