×

આઇ.સી.ડી.એસ. આંગણવાડીકેન્દ્ર કક્ષાએ નીચે મુજબની પણ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.

  • અન્નપ્રાશન દિવસ:- ૭ માસથી ૯ માસના બાળકોને પ્રથમ આહારની શરૂઆત કરવા તથા ૯ માસથી ૩ વર્ષના કુપોષિત અતિકુપોષિત બાળકોને આરોગ્ય પોષણ શિક્ષણ આપવા અંગે અન્નપ્રાશન દિવસ ઉજવવામાં આવે છે. દરમાસના ચોથા શુક્રવારે અન્નપ્રાશન દિવસ ઉજવાય છે.
  • વાનગી શો:- દરમાસના બીજા ગુરૂવારે વાનગી શો ઉજવવામાં આવે છે. જેમાં શીરો,સુખડી,ઉપમા બાલભોગમાંથી બનતી જુદી જુદી વાનગીઓની નિદર્શન કરવામાં આવે છે.
  • વાત્સલ્ય દિવસ:- વર્ષમાં ૩ વાર જાન્યુઆરી,મે,સપ્ટેમ્બરના કોઇ પણ ગુરૂવારે આંગણવાડીકેન્દ્ર ખાતે ઉજવવામાં આવે છે. તથા બાકીના ૯ માસ બાલ દિન દર માસના ત્રીજા ગુરૂવારે ઉજવવામાં આવે છે.
  • મમતા દિવસ/તરૂણી દિવસ પણ આંગણવાડી ખાતે ઉજવવામાં આવે છે.