જિલ્લા પંચાયત સંચાલિત હાલ ૨૩ પશુદવાખાના અને ૧૪ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર કાર્યરત છે. કુલ જિલ્લા પંચાયત હસ્તકની પશુઆરોગ્ય સેવા આપતી ૩૭ સંસ્થાઓ છે. તથા વિવિધલક્ષી પશુચિકિત્સા-૧ કાર્યરત છે.
પશુચિકિત્સા અધિકારીની કુલ ૨૩ જગ્યા સામે ૧૯ પશુચિકિત્સા અધિકારીની જગ્યાઓ ભરાયેલ છે. પશુધન નિરીક્ષકોની ૧૪ જગ્યાઓની સામે ૯ પશુધન નિરીક્ષકોની જગ્યાઓ ભરાયેલ છે. આ ઉપરાંત સ્ટેટની કચેરીઓમાં ઘનિષ્ઠ પશુસુધારણા યોજના નવીન પ્રોજેક્ટ તરીકે કાર્યરત થયેલ છે. જેમાં ચાર જુથમથક (૧) ગુલાબપુર તથા (૨) લવાડ (૩) પાલજ (૪) વેડા નો સમાવેશ થાય છે. તે ઉપરાંત કુલ ૫૭ ઉપરોક્ત તેમ ૨૦ નવીન કેન્દ્રો મળી કુલ ૧૧૪ ઉપકેન્દ્રો કાર્યરત છે. જિલ્લામાં કુલ ૧૪ ગૌશાળા, ૫ પાંજરાપોળ આવેલી છે. જિલ્લા પંચાયતના પશુદવાખાનાઓ દ્વારા પશુ સારવાર કેમ્પો,કૃમિનાશક દવા પીવડાવવી વગેરે જેવી તાંત્રિક કામગીરી તથા પશુપાલન અને પશુસંવર્ધનની કામગીરી હાથ ધરવામાં આવે છે. પશુપાલન શાખાની સઘન તાંત્રિક કામગીરી દ્વારા દૂધ ઉત્પાદન માં ખૂબ જ વધારો થયેલ છે. વર્ષ ૨૦૦૪-૦૫ માં ૧૧૯૭.૧૨ મેટ્રીક ટન દૂધ ઉત્પાદન હતું વર્ષ ૧૩-૧૪ માં ૪૨૩૪૭ મેટ્રીક ટન દૂધ ઉત્પાદન સાથે અને વર્ષ ૧૫-૧૬ માં ૪૦૧૪૨૦ મેટ્રીક ટન દૂધ સાથે રાજ્યમાં ૯ મું સ્થાન માં ઉત્તરોત્તર વધારો થયેલ છે.
જિલ્લામાં પશુપાલન વ્યવસાય ખેતીને સમાંતરને બદલે સ્વતંત્ર ઉદ્યોગ તરીકે વિકસેલ છે. ખેતીની પરિભાષામાં અત્રે દૂધની 'ખેતી' થાય છે. પશુપાલન ગ્રામ્ય અર્થતંત્રનો આધારસ્તંભ છે. જિલ્લામાં કુલ ૩૯૨ દૂધ સહકારી મંડળીઓ કાર્યરત છે.