×

શાખાની કામગીરી

 • ગાંધીનગર જિલ્‍લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ગાંધીનગર જિલ્‍લાના નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર સંચાલીત આયુર્વેદ અને હોમીયોપેથીક દવાખાનાઓની તાંત્રીકી અને વહીવટી કામગીરીનું સંપૂર્ણ માર્ગદર્શન અને નિયંત્રણ કરવામાં આવે છે
 • બાળકોની રોગ પ્રતિકારક શકિત વધે અને બાળકોને સંપૂર્ણ અને સર્વાગી વિકાસ થાય તથા બાળકો મેધાણી બને તેવા અભીગમ સાથે પુષ્‍પનક્ષત્રમાં સુવર્ણપ્રાશન કરાવવામાં આવે છે
 • અંતરીયાળ ગામોમાં જયાં આરોગ્‍યની સુવિધાઓ નથી ત્‍યાં તથા આયુર્વેદ સારવાર પદ્ધતિના પ્રચાર પ્રસાર અર્થે નિઃશુલ્‍ક આયુર્વેદ નિદાન-સારવાર કેમ્‍પોનું આયોજન કરવામાં આવે છે
 • સામાજીક અને શૈક્ષણીક પછાત જાતિ અને અનુસુચીત જનજાતિના આર્થિક રીતે નબળા (બી.પી.એલ.લાભાર્થી)ઓને આવશ્‍યક આયુર્વેદ દવાઓની કીટનું વિતરણ કરવામાં આવે છે
 • પ્રાથમીક શાળા, આંગણવાડી તથા હાઇસ્‍કૂલોના વિદ્યાર્થીના આરોગ્‍યની સંભાળ અને સારવાર કરાવવામાં આવે છે
 • પ્રાથમિક શાળા, માધ્‍યમિક શાળાઓમાં ગ્રામ્‍ય વિસ્‍તારની બહેનોને માટે સેમીનાર, ચર્ચાસભા અને પ્રશ્નોત્તરી દ્વારા આહાર-વિહાર, દિનચર્યા વગેરેની જાણકારી આપવામાં આવે છે
 • ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને ઔષધીય વનસ્‍પતિની જાણકારી માટે પ્રદર્શનોનું આયોજન કરી અને તેની ખેતીના લાભોની જાણકારી આપવામાં આવે છે
 • અતિવૃષ્‍ટિ, ધરતી કંપ, સંક્રામક વ્‍યાધિઓના ઉપદ્રવો જેવી આપત્તકાલીન સમયમાં મે.ઓ.શ્રીઓની ટીમ દ્વારા સરકારશ્રીની સુચના મુજબ કામગીરી કરાવવામાં આવે છે
 • ગાંધીનગર જિલ્‍લાના આયુર્વેદ અને હોમીયોપેથીક દવાખાનાઓમાં ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને સ્‍વાસ્‍થયના રક્ષણ માટે સ્‍વસ્‍થવૃત્તના નિયમોની જાણકારી આપવામાં આવે છે અને રોગીના રોગોનું નિદાન કરી વિનામુલ્‍યે આયુર્વેદ દવાખાનામાં આયુર્વેદ પદ્ધતિથી સારવાર અને હોમીયોપેથીક દવાખાનામાં હોમીયોપેથીક સારવાર આપવામાં આવે છે. અને રાષ્‍ટ્રીય આરોગ્‍ય કાર્યક્રમોની જાણકારી આપવામાં આવે છે
 • જિલ્લા આયુર્વેદ અધિકારી વર્ગ - ૧ ની કચેરી જિલ્લા પંચાયત સેકટર- ૧૭, ગાંધીનગર ખાતે કાર્યરત છે.
 • આયુર્વેદ શાખા હસ્તક જિલ્લા પંચાયતને એલોકેટેડ કરેલ આયુર્વેદ/ હોમીયોપેથિક દવાખાનાઓઅને રાજય સરકારની દેખરેખ હેઠળના આયુર્વેદ/ હોમીયોપેથિક દવાખાનાની વહીવટી તેમજ તાંત્રિક નિરીક્ષક/ નિયંત્રણની કામગીરી કરે છે. આયુર્વેદ હોમીયોપેથ પ્રચાર પ્રસારની કામગીરી આયુર્વેદ હોમીયોપેથ સેવાઓ સઘન બને તે માટે ગ્રામ્ય તથા શહેરી કક્ષાએ આયુર્વેદ/હોમીયોપેથિક દવાખાનાઓમાં નિદાન ચિકિત્સા વિના મુલ્યે કરવામાં આવે છે. રોગચારાની પરીસ્થિતિમાં લોકોને તે રોગ સામે રોગપ્રતિકારક શક્તિવધે તેવી કામગીરી કરાય છે. ઉપરાંત આયુર્વેદ દવાખાનાઓમાં નીચે મુજબની સેવાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.
 • આયુર્વેદ દવાખાનાઓમાં અપાતી સેવાઓ

 • આયુર્વેદ પધ્ધતિથી ઓપીડી નિદાન સારવાર કરાય છે.
 • ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને રસાયન ચિકિત્સા અપાય છે.
 • દરેક વ્યક્તિની આયુર્વેદ પધ્ધતિથી પકૃતિ નક્કી કરી તે મુજબ આહાર વિહારનું માર્ગદર્શન શારીરિક અપાય.
 • બાળકોના શારિરીક માનસિક ક્ષમતા વધે તે માટે ૦ થી ૫ વર્ષના બાળકોને સુવર્ણ પ્રાશન દર મહિને આવતા પુષ્ય નક્ષત્રમાં કરાવાય છે.
 • સ્વસ્થ રહેવા માટે દિન ચર્ચા,ઋતુચર્યા, આહાર વિહાર વિષયક માર્ગદર્શન અપાય છે.
 • હોમીયોપેથી દવાખાનાઓમાં અપાતી સેવાઓ

 • હોમીયોપેથ દવાખાનાઓમાં હોમીયોપેથ પધ્ધતિથી નિદાન સારવાર કરવામાં આવે છે.

વર્ષ : ૨૦૧૬-૧૭

અ.નં. દવાખાના ની વિગત વર્ગ દવાખાનાની વિગત.
સરકારી આયુર્વેદીક દવાખાના ૧૨
સરકારી હોમિયોપેથિક દવાખાના
જિ.પં. સંચાલીત આયુર્વેદીક દવાખાના
કુલ ૨૪