×

શાખાની કામગીરી

ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ના નીચેની કલમોના અધિકારો જિલ્લા પંચાયતને સુપ્રત થયેલા છે, જે અન્વયેની કામગીરી અત્રેની શાખા હાથ ધરે છે.

  • સહકારી મંડળીઓનુ રજિસ્ટ્રેશન
  • સહકારી મંડળીઓનુ રજિસ્ટર નિભાવવું
  • સહકારી મંડળીઓના કેટલાક પ્રશ્નોનો નિર્ણય કરવાની સત્તા
  • સહકારી મંડળીઓના ઉપનિયમોમાં સુધારા
  • સહકારી મંડળીઓના નામમાં ફેરફાર
  • સહકારી મંડળીઓના એકત્રીકરણ, વર્ગીકરણ,વિભાજન અથવા રૂપાંતર
  • જોડાયેલી, વિભાજન અથવા રૂપાંતર કરેલી મંડળીઓનું રજિસ્ટ્રેશન રદ કરવા બાબત
  • મંડળીઓની પુન: રચના
  • મંડળીઓની ભાગીદારી
  • સહકારી મંડળીમાં સભ્‍યોને દાખલ ન કરવાને પરિણામે ઉપસ્‍થિત થતી અપીલ બાબત.
  • દફતરો અને મિલ્કત નવા અધ્યક્ષને સોંપવા બાબત
  • વાષિક સામાન્ય સભા
  • ખાસ સામાન્ય સભા
  • સહકારી મંડળી આટોપી લેવામાં આવે ત્યારે વધારાની અસ્કયામતોનો નિકાલ

સરકારશ્રીના ખેતી વન અને સહકાર વિભાગના તા.૩૧/૮/૮૧ ના જાહેરનામા નં.જી.એચ.કે.એચ.૭૨૮૧-સી.એ.૪૦૭૮-૪૨૨૯-ડી થી અનુસુચી -૧ માં દર્શાવેલ ઉક્ત કલમના અધિકારો અનુસુચિ-૨ માં નિર્દિષ્ઠ કરેલ વર્ગની સહકારી મંડળીઓ માટે દરેક જિલ્લા પંચાયતને સત્તા, કાર્યો અને ફરજો સોંપેલ છે, જે અંતર્ગત ખાતાની વખતો-વખતની સુચના મુજબ દૂધ મંડળીઓ, શરાફી મંડળીઓ તથા મજુર મંડળી સિવાયની ગ્રામ્ય વિસ્તારની સહકારી મંડળીઓની ઉક્ત કલમો અન્વયે આવતી દરખાસ્તો અંગેની કામગીરી અત્રેની શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે.

ઉપરાંત જે મંડળીઓના અધિકારો આ કચેરીને નથી તેવી સહકારી મંડળીઓની દરખાસ્ત જિલ્લા રજિસ્ટ્રાર કચેરી, ગાંધીનગરને મોકલી આપવામાં આવે છે.

જિલ્લાની સહકારી મંડળીઓની મુલાકાત ઉપરાંત તેમના વહીવટી પ્રશ્નો અંગેની અરજીઓની તપાસ તેમજ વડી કચેરીએ અગર જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સ.મં. ગાંધીનગર તરફથી સહકારી મંડળીઓના વહિવટી પ્રશ્નોની તમામ અરજીઓ અધિકાર પરત્વે જરૂરી તપાસ કરી અહેવાલો જરૂરી પગલાં લેવા સારું મોકલી આપવામાં આવે છે.

જિલ્‍લામાં આવેલી સહકારી મંડળીઓનો સર્વાગીં વિકાસ અને પ્રગતિ થાય તે માટે મદદનીશ જિલ્‍લા રજિસ્‍ટ્રારશ્રી અને જે તે તાલુકાના વિસ્‍તરણ અધિકારી સહકાર તેમની ફેરણી દરમ્‍યાન સહકારી મંડળીઓની મુલાકાત લઇને તેમને જરુરી સુચના અને માર્ગદર્શન આપે છે. અને સહકારી મંડળીઓમાં વધુ સભાસદો બને અને તેના લાભો મેળવે તે માટેના પ્રયત્‍નો કરવામાં આવે છે.

આ ઉપરાંત અત્રેના અધિકાર ક્ષેત્રમાં આવતી તમામ સહકારી મંડળીઓની નોંધણી, પેટા નિયમ સુધારા અંગેના તેમજ અન્ય અગત્યના રેકર્ડની જાળવણી અત્રેની શાખાની અગત્યની કામગીરી છે તેથી અત્રેની શાખાના રેકર્ડમાં આવતી મોટા ભાગની ફાઇલો "ક" વર્ગની કાયમી નિભાવવાની થતી ફાઇલો છે. સદરહુ બાબતે મંડળીઓ તરફથી ડુપ્લીકેટ નોંધણી પ્રમાણપત્ર, પેટા નિયમની નકલ વગેરે મેળવવા બાબતની આવતી અરજીઓ અંગે કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેર માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે આવતી અરજીઓ અંગેની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મંડળીઓ તરફથી સૂચિત મંડળીના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા, ઇફ્કો/ક્રુભકો ની ચૂંટણીઓ માટે ઠરાવો પ્રમાણિત કરવા જેવી મંડળીઓની અરજીઓ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

વિસ્તરણ અધિકારીશ્રી, સહકારની કામગીરી ઉપર દેખરેખ - સમિક્ષા મિટીંગ તથા દફતર તપાસણી દ્વારા રાખવામાં આવે છે. ઉપરાંત અત્રેની શાખાને લગત કોર્ટકેસ તથા અન્ય અપીલ/રીવિઝન /રીવ્યું ના કિસ્સામાં સંબંધિત કામગીરી કરવામાં આવે છે. વિસ્તરણ અધિકારી, સહકારની મહેકમ અંગેની બાબતોની કામગીરી કરવામાં આવે છે.