×

પ્રસ્‍તાવના

ગુજરાતનું સહકારી માળખું આશરે ૧૦૦ વર્ષ જુનું છે. સહકારી મંડળીઓ ધ્‍વારા લોકોની સામેલગીરી વધતી જતાં ચળવળને વધારે વેગ મળ્યો અને અર્થકારણના બધા બેકીંગ, ખાંડ ઉત્‍પાદન,દૂધ ઉત્પાદન, ધિરાણ,પિયત અને હાઉસીંગ જેવાં ક્ષેત્રમાં સહકારી મંડળીઓની કામગીરી નોંધપાત્ર બની રહી છે. સહકારી મંડળીઓ પોતાના સભ્‍યના આર્થિક વિકાસ માટે પરસ્‍પર સહકારીની ભાવનાથી કામ કરતી સંસ્‍થાઓનો ફાળો ખૂબ જ અગત્‍યનો અને દેશને દિશાચૂક બની રહયો છે.

હાલમાં જિલ્લામાં વિવિધ પ્રકારની ૨૩૯૧જેટલી સહકારી મંડળીઓ આવેલી છે.

આ મુજબની નોંધાયેલ મંડળીઓ ખેડૂત સભાસદોને ખેત ઉત્‍પાદન વધુ મેળવી શકે તે માટે સારી ગુણવત્તાનાં બિયારણો તેમજ ખાતર અને ખેતી વિષયક નાણાકીય સગવડતા (ખેતીવિષયક ધિરાણ-ટૂંકી,મધ્યમ,લાંબી મુદ્દત માટે) આપી ખેડૂતોની આર્થીક સધ્‍ધરતા વધારવામાં ખૂબ જ મહત્‍વનો ભાગ ભજવે છે. જયારે ફળ અને શાકભાજી જેવી મંડળીઓ વિવિધ પ્રકારનાં ફળો અને શાકભાજીના વાવેતરો કરવા માટે ખેડૂતોને પ્રોત્‍સાહિત કરે છે તથા સભાસદોના ફળ અને શાકભાજી એકઠા (પુલ) કરી ઊંચામાં ઊંચા ભાવે અને ઓછામાં ઓછા ખર્ચે વેચી આપે છે. ખેડૂતો તરફથી ઉત્‍પાદન થયેલ માલના સંગ્રહ અને સાચવણી માટે ગોડાઉનો અને શીતધરો અને સગવડતા પૂરી પાડી ખેડૂતોએ ઉત્‍પન્ન કરેલ માલના ઉંચામાં ઉંચા ભાવે વેચાણ કરાવવાની કામગીરી કરી આવી મંડળીઓ પણ ખેડૂતોની આર્થિક સધ્‍ધરતા વધારવા ખૂબ જ મદદરૂપ બને છે. આબોહવાને લક્ષમાં રાખી જે કારણો સર વિવિધ પાકો થતા નથી. તેનું સંશોધન કરી તેવા પાકોનું વાવેતર કરવા માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પણ મંડળીઓ ધ્‍વારા આપવામાં આવે છે. પિયત મંડળીઓ ધ્‍વારા તેઓના કમાન્‍ડ એરિયામાં આવતા ખેડૂતોને વ્‍યાજબી ભાવે સમયાંતરે પાકોને પિયતની સુવિધા પુરી પાડી ખેતઉત્‍પાદન પ્રક્રિયામાં મહત્‍વની કામગીરી કરે છે. ખેડૂતો ધ્‍વારા ખેતી પ્રવૃત્તિ સાથે સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. આથી દૂધ મંડળીઓ ધ્‍વારા પશુ પાલકોને દુધાળાં ઢોર ખરીદવા માટે ઓછા વ્‍યાજે લોનની સગવડ આપવામાં આવે છે. તથા સભાસદો દ્વારા દૂધ મંડળીમાં ભરાતા દૂધનું દૂધ સંઘ મારફતે દૂધ અને દૂધની અન્ય બનાવટોનો વેચાણ કરવામાં આવે છે.

જયારે ઔદ્યોગિક મંડળીઓ ધ્‍વારા નાના પાયાના તેમજ મોટા પાયાના ઉદ્યોગો સ્‍થાપી ગ્રામ્‍ય કારીગરોનું શોષણ અટકાવી કામગીરી અને તેઓની આવડતને ધ્‍યાનમાં રાખી તેઓને યોગ્‍ય પ્રમાણમાં મજુરીનું વળતર આપી રોજીરોટી પુરી પાડવાની ફરજો નિભાવે છે. આથી ગાંધીનગર જિલ્‍લામાં ખેડૂતોની તેમજ ખેતમજૂરો અને ગ્રામ્‍ય કારીગરોની આર્થિક સધ્‍ધરતામાં સુધારો થયેલ છે. હાઉસીંગ મંડળીઓ દ્વારા સભાસદો માટે વ્યાજબી કિંમતના તથા ગુણવત્તા વાળા રહેઠાણનાં મકાનો બાંધવામાં આવે છે. હાઉસીંગ સર્વિસ મંડળી દ્વારા મકાનની તથા તેની જમીનની તેમજ સામૂહિક વપરાશની મિલકતની જાળવણી,સફાઇ, વીજળી, રંગકામ તેમજ દુરસ્તી કામકાજ અને વ્યવસ્થા હાથ ધરાય છે. ટ્રાન્સપોર્ટેશન સહકારી મંડળી દ્વારા નાગરીકોને જાહેર વાહન વ્યવહારની સગવડો પૂરી પડાય છે.