×

શાખાની કામગીરી

જિલ્લા પંચાયત ગાંધીનગરની બાંધકામ દ્વારાગાંધીનગર જિલ્લાના ગાંધીનગરની, માણસા,દહેગામ તાલુકા માટે જરૂરિયાતવાળીજ્ગ્યાએ રસ્તા, મકાન, અને નાળાપૂલનું બાંધકામ પૂર્ણ કરવા માટે પ્રાથમિક સ્તરે આ પ્રથમ પેટા વિભાગ મારફત દરખાસ્ત તૈયાર કરાવી આ દરખાસ્તમાં સમાવિષ્ટ કામો માટે સંભવિત ખર્ચની દરખાસ્તને સરકારશ્રીમાંથી મંજુરી મેળવી આ કામોનાનકશાઅંદાજોની તાંત્રિક તથા વહીવટી મંજુરી સ્તરે વહીવટી મંજુરી મળવી સદર કામો માટે જરૂરી ફંડ એકત્રિત કરવામં આવે છે. ત્યાર બાદ સરકારે નિયમો મુજબ સદર કામ કરવા માટેના ટેન્ડરો બહાર પાડી નિયત સમયમાં આવેલ તમામ ટેન્ડરો પૈકી ન્યુનત્તમ દરખાસ્ત વાળે એજન્સીને સદર કામ સમય મર્યાદા નક્કી કરી વર્કઓર્ડર આપવામાં અવે છે. અને તે મુજબ જેતે તાલુકાની પેટા-વિભાગીય કચેરી તેઓના સ્ટાફ થકી કામગીરી શરૂ કરાવડાવી પૂર્ણ કરાવડાવે છે. અને સદર સમયગાળા દરમ્યાન લગતા વળગતા અધિકારીઓ અવાર-નવાર સદર સ્થળ મુલાકાત લઇ કામની ગુણવત્તા જાળવે છે. અને તૈયાર થયેલ નકશા અંદાજ અનુસાર બાધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. ત્યાર બાદ બે થી ત્રણ તબક્કામાં કરેલ કામનુચુકવણું કરવામાં આવે છે. અને સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવામાં આવે છે. ચાલુ કામો દરમ્યાન આવતા વિઘ્નો, અવરોધોને યોગ્ય પગલાં ભરી નિકાલ લાવી કામ સમયસર પૂર્ણ કરવાના સંપૂર્ણ પગલા ભરવામાં આવે છે. બાંધકામને લગતી તમામ યોજના પુરતી પ્રગતિ કરવામાં આવે છે.