×

વિકાસ શાખાની યોજનાઓ

યોજનાનુ નામ : પંચવટી યોજના
યોજના કયારે શરુ થઇ : તા.૧૧-૯-૦૪
યોજના નો હેતુ : રાજયના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય પ્રજાના આનંદ પ્રમોદ માટે સુવિધાયુકત બાગ-બગીચાને પ્રોત્સાહન આપતી નવતર યોજના તરીકે પંચવટી યોજનાનો અમલ કરવામાં આવેલ છે.
યોજનાની માહિતિઃ : રાજય સરકારશ્રીના પંચાયત વિભાગના તા.૧૧-૯-૦૪ના ઠરાવથી વિકાસ કમિશ્નરશ્રી ગુજરાત રાજય ગાંધીનગર તરફથી અત્રેના ગાંધીનગર જિલ્લાને સને ૨૦૧૨-૧૩ ના વર્ષમાં ભૌતિક લક્ષ્યાંક ૧૭ પંચવટી બનાવવાનો અને રૂ.૧૭.૦૦ લાખનો નાણાંકીય લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. આ યોજનામાં સરકારશ્રી તરફથી રૂ.૧.૦૦ લાખનું અનુદાન આપવામાં આવે છે. જયારે પંચવટીનો લાભ લેનાર ગ્રામ પંચાયત તરફથી રૂ.૫૦,૦૦૦/- અનુદાન મળે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તે માટે કોને મળવુ : આ યોજનાનો લાભ તમામ ગ્રામ પંચાયતને મળી શકે છે તે માટે જે-તે તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત આ યોજના ગામની નિશાળ પાસે,ગામમાં આવેલ ગ્રામવન નજીક કે જાહેર હેતુ માટે ખુલ્લી રાખેલ જમીનમાં ૨૦૦૦ ચો.મી.કે તેથી વધુ જમીનમાં આકાર થઇ શકશે.
યોજનાનુ નામ : સરદાર આવાસ યોજના
યોજના કયારે શરુ થઇ : આ યોજના ૧૯૭૨થી અમલમાં આવી.ત્યારબાદથી ૧૦૦ ચો.વા.ના ફાળવેલ પ્લોટ પર મકાન બાંધકામ માટે સહાયની યોજના પણ અમલમાં આવી છે. જે અંતર્ગત બેંકલોન,હુડકો લોન,લાભાર્થી પોતાનો ફાળો તથા પંચાયતની સહાયથી બનાવી શકે. ત્યારબાદ તા.૧-૪-૯૭ થી સરકારે મફત પ્લોટ અને સહાયની યોજના બંને સંકલીત કરી મફત પ્લોટ મફતધર યોજના હેઠળ તા.૧-૪-૯૭ થી ઇન્દિરા આવાસની જેમ સરદાર આવાસ યોજના મંજુર કરવામાં આવી.
યોજના નો હેતુ : ગ્રામ્ય વિસ્તારમાં જમીન વિહોણા ખેતમજુરોને અને અન્ય કારીગરોને રહેઠાણનું મકાન મળી રહે તે હેતુથી સરદાર આવાસ યોજના અમલમાં આવી.
યોજનાની માહિતિ : આ યોજના હેઠળ સરકારશ્રી તરફથી વર્ષ ૨૦૧૨-૧૩ માટે કુલ ૪૫૫૩ આવાસોનો લક્ષ્યાંક ફાળવેલ છે. જે સામે ૪૪૮૧ આવાસોનો વર્કઓર્ડર આપેલ છે. જે પૈકી ૨૭૨ આવાસો માર્ચ-૨૦૧૩ અંતિત પૂર્ણ થયેલ છે. અને રૂ. ૧૦૫૦.૪૪ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તે માટે કોને મળવુ : આ યોજનાનો લાભ ગ્રામ્યવ વિસ્તાતરમાં રહેતા ગરીબી રેખા હેઠળ જીવતાં ધરવિહોણા કુટુંબોને મળી શકે. આ માટે સંબંઘિત તાલુકા વિકાસ અઘિકારીશ્રીને મળવાથી યોજનાની સમજ મળી શકે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત : આ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબી રેખા હેઠળ જીવતા ધરવિહોણા ગરીબી રેખા હેઠળ યાદીમાં નોંધાયેલ કુટુંબોને આ યોજનાનો લાભ મળી શકે. વધુમાં (૧) મકાન વિહોણા ૦-૨૦ ના સ્કો રવાળા બી.પી.એલ લાભાર્થી (ર) ૧૦૦ ચો.વારના મફત ધરથાળના પ્લોળટ ફાળવેલા હોય તેવા અનુ.જા‍તિ/ જન જાતિના લાભાર્થીઓને પ્લોરટ ફાળવણીના ક્રમાનુસાર પ્રથમ ૫સંદગી આ૫વાની રહેશે.ત્યા.ર બાદ અન્યલ લાભાર્થીઓને પસંદગી આ૫વાની રહેશે. (૩)પોતાની માલિકીના પ્લો‍ટ ઉ૫ર બાંઘકામ કરી શકે. (૪)પોતાની માલિકીના પ્લોલટ ન હોય તેવા લાભાર્થીને સરકારી કે પંચાયત હસ્તીકની ખરાબાની જમીનમાંથી પ્લોરટ ફાળવીને. (પ)જે અરજદારને પોતાના નામે કે વડવાઓના નામે ૦ાા હેકટરથી વઘુ નહી તેવી પીયતવાળી અને બિનપીયત વાળી ૧ હેકટરથી વઘુ નહી તેવી ખેતીની જમીન હોય. (૬)વિઘવા-ત્યનકતાને (૭)અનુ.જાતિ/અનુ.જનજાતિના કિસ્સા માં જે વ્યજકિત અપંગ હોય તેને આ લાભ મળી શકે. (૮)આવાસ વિહોણા ૧૭ થી ૨૦ નો ગુણાંક ઘરાવતાં તમામ બી.પી.એલ કુંટુંબોને આવાસનો લાભ મળી શકે.
યોજનાનુ નામ : ગ્રામિણ વિસ્તારરના આવાસોમાં માળખાકીય સુવિધા પુરી પાડવા અંગે
યોજના કયારે શરુ થઇ : આ યોજના તા.રપ-૮-૨૦૦૬ થી શરુ થઇ
યોજના નો હેતુ : ગ્રામિણ વિસ્તારના આવાસ સંકુલના વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન,ગટર લાઇન,વીજળીકરણ તથા સી.સી.રોડ ના કામો વગેરે ધ્વારા કાયમી સુવિધાઓ મળી રહે તે હેતુથી આ યોજના અમલમાં આવેલ છે.
યોજનાની માહિતિ : સરકારશ્રીના પંચાયત વિભાગના તા.રપ-૮-૨૦૦૬ના ઠરાવથી ગ્રામિણ આવાસોમાં ઇન્દિરા આવાસ, સરદાર આવાસ તેમજ ર્ડા.આંબેડકર આવાસના સંકુલોમાં ૧૫ થી વઘુ આવાસનું સંકુલ હોય ત્યાં આવા સંકુલોમાં પીવાના પાણીની પાઇપલાઇન, ગટર લાઇન, વીજળીકરણ, તથા સી.સી.રોડ વગેરેના કામો ગામદીઠ રૂ.પ-૦૦ લાખની મર્યાદામાં રહીને મંજુર કરી શકાય. સરકારશ્રી તરફથી વર્ષ ૨૦૧૨-૧૩ માટે ૯ કામના ભૌતિક લક્ષ્યાંક સામે રૂ.૪૫ લાખની નાણાંકીય જોગવાઇ કરેલ છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તે માટે કોને મળવુ : જે ગ્રામ પંચાયતોમાં ઇન્દિરા આવાસ, સરદાર પટેલ આવાસ ર્ડા.આંબેડકર આવાસના લાભાર્થીઓ હોય અને આવા ૧૫ થી વઘુ લાભાર્થીઓ વસતા હોય ત્યાં સરકારશ્રી તરફથી પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાના પાણીની પાઇપલાઇન, ગટરલાઇન વીજળીકરણ તથા સી.સી.રોડ વગેરે સુવિધાઓ માટે સંબંધિત તાલુકા પંચાયત કચેરીમાં ગ્રામ પંચાયતના ઠરાવ સહીત દરખાસ્ત કરવાની રહે. વધુમાં આ યોજના હેઠળ ૧ ગામદીઠ રૂ.પ-૦૦ લાખની જોગવાઇની મર્યાદામાં કામો મંજુર કરવાના રહે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત : -
યોજનાનુ નામ : માળખાકીય સુવિધા (જમીન સંપાદન)
યોજના કયારે શરુ થઇ : સરકારશ્રીના પંચાયત વિભાગના તા.રપ-૮-૦૬ના ઠરાવથી આ યોજના શરુ થઇ
યોજના નો હેતુ : સરકારશ્રીના પંચાયત વિભાગના તા.રપ.૮-૦૬ના ઠરાવથી સરદાર આવાસ યોજના માટે ગામમાં ગામતળ ઉપલબ્ધ ન હોય ત્યાં ગ્રામિણ આવાસન માટે ગામદીઠ રૂપિયા ૧૦-૦૦ લાખની મર્યાદામાં ગામના જુદા જુદા ભાવો મુજબ જમીન સંપાદન કરવાની જોગવાઇ છે. ઉપરાંત જમીનની કિંમત જિલ્લા મૂલ્યાંકન સમિતિ ધ્વારા કરાવવાની પણ જોગવાઇ છે. આમ જે ગામમાં ગામતળ ઉપલબ્ધ ન હોય ત્યાં આ યોજના હેઠળ રૂ.૧૦-૦૦ લાખની મર્યાદામાં જમીન મેળવી લાભાર્થીઓને લાભ આપી શકાય.
યોજનાની માહિતિ : -
યોજનાનો લાભ કોને મળી શકે અને તે માટે કોને મળવુ : સદરહુ યોજના જે ગ્રામ પંચાયતમાં ગામતળની કે સરકારી જમીન ન હોય તેવી ગ્રામ પંચાયતમાં રૂ.૧૦-૦૦ લાખની મર્યાદામાં જમીન ઉપલબ્ધ થતી હોય તો તેવી ગ્રામ પંચાયત આ યોજનાનો લાભ લઇ શકે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત : યોજનાનો લાભાર્થી માટેની સબંધિત ગ્રામ પંચાયતમાં રૂ.૧૦-૦૦ લાખની મર્યાદામાં જમીન ઉપલબ્ધ હોવી જરૂરી છે.
યોજનાનુ નામ : સરદાર આવાસ યોજના(પ્લોટ વિકાસ)
યોજના કયારે શરુ થઇ : આ યોજના વિકાસ કમિશ્નરશ્રી ,ગુજરાત રાજય ગાંધીનગરના તા.૧૨-૦૪-૨૦૦૬ ના પત્ર અન્વયે ૨૦૦૬-૦૭ થી આ યોજના શરુ થઇ
યોજના નો હેતુ : સરદાર આવાસ યોજના કે આ યોજનાના હેતુ માટે વપરાતા ગામતળમાં જમીન સમતળ કરવાના કામે વિકાસ કમિશ્નરશ્રી ગુજરાતરાજય ગાંધીનગરએ આ યોજના હાથ ધરેલ છે.
યોજનાની માહિતિ : સરદાર આવાસ યોજના હેઠળ બાંધવાના થતા મકાનો માટે જમીન સમતળ કરવાના કામે સરકારશ્રી તરફથી દર વર્ષે લક્ષ્યાંક આપી આના અમલીકરણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તે માટે કોને મળવુ : સંબંધિત ગ્રામ પંચાયત કે જયાં સરદાર આવાસ યોજના હેઠળ બંધાતા મકાન માટે પ્લોટની જમીન સમતળ ન હોય તેવી ગ્રામ પંચાયતને આ યોજના હેઠળ લાભ મળી શકે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત : સંબંધિત ગ્રામ પંચાયત કે જયાં સરદાર આવાસ યોજના હેઠળ બંધાતા પ્લોટની જમીન સમતળ ન હોય તેવી ગ્રામ પંચાયતને આ યોજના હેઠળ લાભ મળી શકે.
યોજનાનુ નામ : નિર્મળ ગુજરાત
યોજના કયારે શરુ થઇ : તા.૩૦/૧/૨૦૦૬
યોજના નો હેતુ : ગુજરાત રાજયના તમામ ગામડાઓ તથા શહેરોમાં સ્વચ્છ હવા,સ્વચ્છ ધરતી અને સ્વચ્છ પાણી દરેક ગુજરાતવાસીને મળે તે માટે સર્વગ્રાહી અને સંકલીત અભિગમ તેમજ જનભાગીદારી ધ્વારા તથા જનસમર્થન ધ્વારા કામગીરી કરવાનો હેતુ છે.
યોજનાની માહિતિ : રાજય સરકારશ્રીના પંચાયત વિભાગના તા.૩૦-૧-૨૦૦૬ના ઠરાવથી નિર્મળ ગુજરાત- ૨૦૦૭ તરીકે ઉજવવા નકકી કરેલ છે.જેના ભાગરૂપે નીચે મુજબની કામગીરી કરવાનું લક્ષ રાખવામાં આવેલ છે.
૧) ગામમાં જાહેર રસ્તા,સ્થળો, સરકારી મીલ્કતો કચેરીઓની નિયમિત સફાઇ કામગીરી, કચેરીઓના રેકર્ડનું વર્ગીકરણ જુના ડેટ સ્ટોકના સાધનોના નિકાલની કામગીરી
૨) ગામમાં આવેલ ઉકરડાઓનું સ્થળાંતર કરી ગામ બહાર રાખવા અને ગોબરબેંક, ગોબરગેસ પ્લાન્ટ વર્મી કમ્પોસ્ટ યુનિટો બનાવવા, ગામલોકોને સમજ આપવાની કામગીરી
૩) ગામમાં ગંદા પાણીના નિકાલ માટેની ગટરોની નિયમિત સફાઇ થાય અને તેના બ્લોકેજ દુર કરવા.
૪) ગ્રામજનોને પીવાનુ શુધ્ધ પાણી પુરુ પડાય તે સારુ કલોરીનેશન કરવામાં આવે તેની કામગીરી
૫) ગામમાં જાહેર રસ્તાઓ, જાહેર સ્થળો પાસે આવેલા જાંખરા, ગાંડા બાવળો દૂર કરવાની કામગીરી
૬) ગામમાં એ.પી.એલ/બી.પી.એલ/જાહેર શૌચાલય/પ્રાથમિક શાળા શૌચાલય/આંગણવાડી શૌચાલયો બનાવવાની કામગીરી
૭) ગામમાંથી બીન અધિકૃત દબાણો દુર કરવાની કામગીરી
૮) સરકારી કચેરીઓનું રીપેરીંગ,રંગરોગાન કરાવવાની કામગીરી
૯) ગામમાં વરસાદી પાણી ભરાઇ રહેતા સ્થળો શોધી વરસાદી પાણી તાત્કાલીક નિકાલ કરવાનું આયોજન કરવાની કામગીરી
૧૦) ગામતળાવો ઉંડા કરાવવાની કામગીરી
૧૧) વૃક્ષારોપણ કરાવવાની કામગીરી
૧૨) ગ્રામજનોને સરકારી યોજનાઓની સમજ આપી અને તેનો લાભ મેળવી શકે તેવા પ્રયત્નો કરાવવાની કામગીરી
યોજનાનો લાભ કોને મળી શકે અને તે માટે કોને મળવુ : આ યોજનાનો લાભ તમામ ગ્રામ પંચાયતને મળી શકે છે તે માટે જે-તે તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત : -
યોજનાનુ નામ : ૧૩મું નાણાપંચ
યોજના કયારે શરુ થઇ : વર્ષ:૨૦૧૦-૧૧
યોજના નો હેતુ : ગ્રામ્યન વિસ્તાીરોમાં સામુ‍હિક વિકાસના કામો જેવા કે શુઘ્ઘવ પીવાના પાણીની પાઇ૫ લાઇન,સ્યુસએજ (ડેનેજ),સોલીડ વેસ્ટદ મેનેજમેન્ટી,વીજળીકરણના કામોની પ્રાથમિક સુવિઘાઓ પુરી પાડવી.
યોજનાની માહિતિ : સરકારશ્રીમાંથી આવતી ગ્રાન્ટાની ફાળવણી સને.૨૦૦૧ની જિલ્લા્ની વસ્તીતને લક્ષમાં રાખી ગ્રામ્યિ કક્ષાએ ૭૦ ટકા અને તાલુકા કક્ષાએ ૧૫ ટકા તથા જિલ્લાા કક્ષાએ ૧૫ ટકા ગ્રાન્ટલની ફાળવણી સરકારશ્રીના નિયત થયેલ કામો માટે ફાળવણી કરવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તે માટે કોને મળવુ : આ યોજનાનો લાભ દરેક ગ્રામ પંચાયતને મળી શકે. તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી. જિલ્લા કક્ષાએ જિલ્લાં પંચાયત કચેરી.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત : આ યોજનાનો લાભ દરેક ગ્રામ પંચાયતને મળી શકે.