- પ્રા.શિક્ષણને લગતી શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વિકાસ કરવો અને શિક્ષણનો વ્યાપ વધારવો. ધો.૧ થી ૭ નું પ્રાથમિક શિક્ષણ ૬ થી ૧૪ વયજુથના જિલ્લાના તમામ બાળકો મેળવે
- ૬ થી ૧૪ વર્ષની ઉંમર સુધીના બાળકોને ધો.૧ થી ૭ ધોરણ સુધીનું સુધીનું ૧૦૦ ટકા શિક્ષણ આપવુ. સાક્ષરતાનુ પ્રમાણ જિલ્લામાં ૧૦૦ ટકા થાય તેવુ ધ્યેય છે. જિલ્લામાં ધો. ૧ થી ૭ નું પ્રા.શિક્ષણ દરેક બાળક પ્રપ્ત કરે.
- પ્રાથમિક શાળાઓ નિભાવવી
- નવી શાળાઓ ખોલવી.
- માન્ય ખાનગી પ્રા.શાળાઓનું શૈક્ષણિક કામગીરીનું સુપરવીઝન અને નિયંત્રણ
- પછાત કોમના બાળકો માટે અને બીજા ગરીબ બાળકો માટે અન્ય કચેરીઓમાંથી મળતી સહાયો મેળવવામાં ઘટતી કાર્યવાહી કરવી.
- શૈક્ષણિક સ્ટાફ, શિક્ષકો, વિદ્યાસહાયકો અને કેળવણી નિરીક્ષકની ભરતી, બઢતી, બદલી નિમણૂંકી કામગીરી, નિવૃત્તિ પેન્શન અને શિસ્ત વિષયક કાર્યવાહી કરવી.
- શૈક્ષણિક પ્રવૃત્તિઓની દેખરેખ રાખવી. અને સુદ્રઢ બનાવવા નિતિ નિયમોનું પાલન કરાવવું
- પ્રા.શિક્ષણ માટેની આનુસાંગિક સુવિધાઓ પુરી પાડવી. સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો યોજના.
- નાગરિકોની પ્રા.શિક્ષણને લગતી ફરીયાદોની ચકાસણી કરી ફરીયાદના ગુણ દોષ સબબ જરૂરી કાર્યવાહી કરવી.
- પ્રા.શિક્ષણ(ધો.૧ થી ૮) ની સમયાંતરે પરીક્ષાનું સંચાલન.
- પ્રા.શાળાઓ અને ભૌતિક જરૂરીયાતો જેવી કે નવીન ઓરડા, શાળા રીપેરીંગ, સેનીટેશન વગેરેની વ્યવસ્થ કરવી.
- લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પધ્ધતિઓ જિલ્લા શિક્ષણ સમિતિ, ગ્રામ શિક્ષણ સમિતિ, માતૃ વાલી મંડળ, પિતૃ વાલી મંડળ, ગ્રામ બાંધકામ સમિતિના પરામર્શમાં રહી પ્રા.શિક્ષણને વેગ આપવા આનુસાંગિક કાર્યવાહી કરવામાં આવે છે. જિલ્લા શિક્ષણ સમિતિની મદદગારી, ગ્રામ શિક્ષણ સમિતિની રચના, માસિક મિટીંગમાં સમીક્ષા સાથે વિદ્યાર્થીઓની નિયમિત હાજરી, કન્યા કેળવણીમાં સહભાગી, શાળા સુવિધામાં લોકફાળાથી લોકભાગીદારી માટેની કામગીરી કરવામાં આવે છે.