×

સાંસ્કૃતિ‍ક કાર્યક્રમો

ગાંધીનગર જિલ્‍લાની શિક્ષણ સમીતિ હસ્‍તકની પ્રાથમિક શાળાઓ તથા માન્‍ય પ્રાથમિક શાળાઓના બાળકોમાં શિસ્‍ત અને સર્વાંગી વિકાસ કેળવાય તેમજ બાળકોમાં રહેલ કલા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓને વેગ મળે તે હેતુથી જિલ્‍લાની પ્રાથમિક શાળાના બાળકો માટે દર વર્ષે જિલ્‍લા કક્ષાના યુવક તથા સાંસ્‍કૃતિક મહોત્‍સ્‍વનું આયોજન જિલ્‍લા શિક્ષણ સમિતિ તથા ગાંધીનગર જિલ્‍લા પ્રાથમિક શાળા વ્‍યાયામ મંડળ ના સંયુકત ઉપ્‍ક્રમે આયોજનકરવામાંઆવેછે.

૧.ગરબા ૨.રાસ.૩.નૃત્‍ય.૪.દેશ ભકિત ગીત ૫.એક પાત્રીય અભિનય . ની કૃતિઓ રજુ કરવાની હોય છે.સદર પાંચ કૃતિઓનું આયોજન પગાર કેન્‍દ્ર (જુથ)કક્ષાએ,ઝોન કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્‍લા કક્ષાએ કરવાનું હોય છે.જિલ્‍લા કક્ષાએ રજુ થનારી ચાર તાલુકાની કૃતિઓમાં વિધાર્થીઓ અને શિક્ષકોની સંખ્‍યાં નકકી કરવામાં આવે છે.નિર્ણાયક ગણ,જિલ્‍લા તથા તાલુકાના પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ,તાલુકા/જિલ્‍લા શિક્ષક સંધના હોદેદારો,વ્‍યાયામ મંડળના હોદેદારો તેમજ શાળાના આચાર્યો હાજર રહે છે.નિર્ણાયક ગણને માનદ વેતન આપવામાં આવે છે અને વિજેતાને પ્રમાણપત્ર અને શિલ્‍ડ તેમજ પ્રોત્‍સાહક ઇનામ આપવામાં આવે છે.સદર ખર્ચસ્‍વભંડોળમાંથીપાડવામાંઆવેછે.

જિલ્‍લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન જી.સી.આર.ટી. ગાંધીનગર અને જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર દ્રારા પ્રેરીત જિલ્‍લા શિક્ષણ સમિતિ હસ્‍તકની પ્રાથમિક શાળાઓનો જિલ્‍લા કક્ષાનો વિજ્ઞાન મેળો દર વર્ષે પગાર કેન્‍દ્ર શાળા ખાતે યોજવામાં આવે છે.જેના ખચઁ જિ.શિ.તા. ભવન, તેમજ સદર ખર્ચની જોગવાઇ જિલ્‍લા પંચાયત સ્‍વભંડોળ સદરે કરવામાં આવે છે.