×

પ્રસ્‍તાવના

- ગાંધીનગર જિલ્‍લામાં ગાંધીનગર,દહેગામ,કલોલ,માણસા ચાર તાલુકાનો સમાવેશ થાયછે.

- જિલ્‍લા પ્રાથિમક શિક્ષણ સમિતિ હસ્‍તક ૫૯૫ શાળાઓ આવેલી છે.ગાંધીનગર૧૫૪, દહેગામ-૨૨૧, કલોલ-૧૨૦ અને માણસા -૧૦૧ મળી કુલ -૫૯૫ શાળાઓ થાય છે.

- પ્રાથમિક શાળાઓ નિભાવવી અને પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવો, ધોરણ - ૧ થી ૮ નું પ્રાથમિક શિક્ષણ આપવું. ધોરણ - ૧ થી ૫ લોઅર પ્રાથમિક તથા ધોરણ - ૬ થી ૮ અપર પ્રાથમિક તરીકે લીધેલ છે.

- ધો.૧ થી ૮નું પ્રાથમિક શિક્ષણ સુદ્દઢ બનાવવુ. પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારી જિલ્લાનો ૧૦૦ ટકા સાક્ષરતા દર સિદ્ધ કરવો

- ૬થી૧૪ વર્ષની ઉંમર સુધીના બાળકોને ધો.૧થી૮ ધોરણ સુધીનું ૧૦૦ ટકા શિક્ષણ આપવુ.

- સાક્ષરતાનુ પ્રમાણ જિલ્લામાં ૧૦૦ ટકા થાય તેવુ ધ્યેય છે. જિલ્લામાં ધો.૧ થી ૮નું પ્રા.શિક્ષણ દરેક બાળક પ્રાપ્ત

- મુંબઇ પ્રાથમિક શિક્ષણના અધિનિયમ-૧૯૪૭ અને મુંબઇ પ્રાથમિક શિક્ષણનાનિયમો ૧૯૪૯ હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યો અને ફરજો , સત્તાઓ નકકી કરવામાં આવેલ છે.

- ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૧૪૫ હેઠળ જિ.શિ.સ.ની રચના દરેક જિલ્લા પંચાયતે ચુંટાયેલા સભ્યોમાંથી ફરજિયાત કરવાની રહેશે. તેની મુદત પાંચ વર્ષની અથવા જિલ્લા પંચાયત ની બોડી અસ્તિત્વમાં રહે ત્યાં સુધીની રહેશે.

- ગાંધીનગર જિલ્લામાં ૧૯૭૬ થી જિલ્લા પંચાયત અસ્તિત્વમાં આવતાં અમલમાં આવેલ છે.જિલ્લા શિક્ષણ સમિતિના વહીવટી વડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી છે.