×

શાખાની કામગીરી

ગાંધીનગર જિલ્‍લામાં કુટુંબ કલ્‍યાણ કાર્યક્રમની સેવાઓ ૨૬ પ્રાથમિક કેન્‍દ્ર, ૪ શહેરી કેન્‍દ્રો દ્વારા જિલ્‍લાના છેલ્‍લામાં છેલ્‍લા ગામ સુધી પહોંચાડવામાં આવે છે. કુટુંબ કલ્‍યાણ કાર્યક્રમના ધનિષ્‍ઠ પ્રચાર તથા અમલ માટે ફિમેલ હેલ્‍થ વર્કરો, મલ્‍ટી પરપઝ વર્કરો (પુરુષ), આરોગયના સ્‍ત્રી-પુરુષ સુપરવાઇઝરો, બ્‍લોક આઇ.ઇ.સી.ઓ., ટ્રેઇન્‍ડ દાયણો, આંગણવાડી કાર્યકરો વગેરે કાર્યરત છે.

કુટુંબ કલ્‍યાણ કાર્યક્રમના લક્ષ્‍યાંકો અગાઉ વસ્‍તીના ધોરણે ફાળવવામાં આવતા હતાં, જેમાં સરકારશ્રીએ સુધારો કરતાં ભારત સરકારના મિનીસ્‍ટ્રી ઓફ હેલ્‍થ એન્‍ડ ફેમીલી વેલ્‍ફેરના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ કોમ્‍યુનિટી નીડ્ઝ એસેસમેન્‍ટ એપ્રોચ (સી.એન.એ.એ.) કે જે અગાઉ ટારગેટ ફ્રી એપ્રોચ તરીકે ઓળખાતો હતો તેના મેન્‍યુઅલમાં જણાવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાર્યભાર નક્કી કરવામાં આવે છે.

ગ્રામ્‍ય જનતાની આવશ્‍યકતા પ્રમાણે ગ્રામ્‍ય કક્ષાએથી તથા પેટા કક્ષાએથી કાર્યભાર નક્કી કરવાનો લાભાર્થીલક્ષી કાર્યક્રમ.

સ્‍થાનિક જરૂરીયાતો અનુસાર સેવાનો અભિગમ ધ્‍યાનમાં રાખવામાં આવે છે.

નાગરિકોની ભાગીદારીવાળો કુટુંબ કલ્‍યાણ કાર્યક્રમ છે, તે ધ્‍યાને લેવામાં આવે છે.

સ્‍થાનિક કક્ષાની જરૂરીયાત મુજબ તેમજ સ્‍થાનિક પરિસ્‍થિતિ વયાનુસાર વસ્‍તી અને દંપતી માટે દંપતીઓની જરૂરીયાત ધ્‍યાને રાખી કાર્યભાર નક્કી થાય છે.

આમ કુટુંબ કલ્‍યાણ કાર્યક્રમ એ પ્રજનન અને બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમના નૂતન અભિગમમાં સમાવેશ થયેલ છે. નવ પરણિત કન્‍યા ગર્ભવતી થાય એવી જાણ થાય ત્‍યારથી એટલે કે સગર્ભા અવસ્‍થથી સંભાળ અને સારવાર ઉપર ધ્‍યાન આપવામાં આવે છે. આમ સલામત માતૃત્‍વ, બાળ સુરક્ષા, કુટુંબ કલ્‍યાણ, પ્રજનન શિક્ષણ તથા સેવાઓ, જાતિય સંબંધો દ્વારા ફેલાતા રોગો અને પ્રજનન માર્ગની તકલીફો, વ્‍યંધત્‍વ નિવારણ, પ્રસુતિ નિવારણ વિગેરે બાબતો આવરી લેવાય છે અને ગ્રામ્‍ય કક્ષાએ જનસમુદાયને આરોગ્‍યના કર્મચારીઓ દ્વારા વાકેફ કરવામાં આવે છે.

સને ૨૦૧૫-૧૬ ના વર્ષ માટે ગાંધીનગર જિલ્‍લાનો નસબંધીનો ૧૩૮૯૯ કેસોનો કાર્યભાર નક્કી થયેલ જેની સામે જિલ્‍લાના સહીયારા પ્રયત્‍નોથી ૧૩૯૨૯ કેસો કરી ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરેલ છે.

આંકડી ક્ષેત્રે ૧૯૯૯૯ નો કાર્યભાર સામે ૨૦૦૧૧ કેસો કરી જિલ્‍લાએ ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરેલ છે. નિરોધ ક્ષેત્રે જિલ્‍લાએ ૧૦૯.૯૯ ટકા અને ઓરલ પીલ્‍સ ક્ષેત્રે ૧૦૧.૬૨ ટકા સિદ્ધિ હાંસલ કરેલ છે.

અ.નં. સેવાનું નામ વાર્ષિક કાર્યભાર વાર્ષિક સિદ્ધિ ટકા
ઓપરેશન ૧૩૮૯૯ ૧૩૯૨૭ ૧૦૦
આંકડી ૧૯૯૯૯ ૨૦૦૧૧ ૧૦૦
નિરોધ-યુઝર્સ ૩૫૦૦૦ ૩૫૦૩૧ ૧૦૦
ઓરલ પીલ્‍સ-યુઝર્સ ૫૦૦૦ ૫૦૧૧ ૧૦૦