×

યોજનાઓ

અ.નુ. યોજનાનું નામ જનની સુરક્ષા યોજના
યોજના ક્યારે શરૂ થઈ એપ્રિલ ૨૦૦૬
યોજનાનો હેતુ સગર્ભા મહિલાઓને પ્રસુતિ દરમ્‍યાન, પ્રસુતિ વખતે અને પ્રસુતિ બાદ તબીબી સારવાર મળી શકે અને ગ્રામ્‍ય કક્ષાએ આરોગ્‍ય કર્મચારીઓ ધ્‍વારા સંકલિત કાળજીની પધ્‍ધતી પ્રસ્‍થાપીત કરવાની સાથે રોકડ સહાય મળી રહે તે હેતુ.
સગર્ભા મહિલાઓના પોષણ ધ્‍વારા માતા અને બાળ મૃત્‍યુના પ્રમાણમાં ધટાડો થાય તેમજ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોમાં સંસ્‍થકિય પ્રસુતિનું પ્રમાણ વધે.
યોજના વિશે માહિતી જનની સુરક્ષા યોજના અંતર્ગત સહાય બે જીવીત જન્‍મ સુધી દવા તથા પોષણ આહાર પેટે રૂ.૫૦૦/- સગર્ભા માતાને ચૂકવાશે. ગરીબી રેખા હેઠળ જીવતી દરેક સગર્ભા માતા નજીકના દવાખાનામાં સુવાવડ કરાવવા માટે જઇ શકે તે માટે વાહનભાડાના ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ. ૨૦૦/- તથા શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૦૦/- ચુકવવામાં આવશે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની મહિલા. અનુસુચિત જાતિ અને અનુસુચિત જન-જાતિ કુટુંબની મહિલા ૧૯ વર્ષ કે તેથી વધારે વયની મહિલા. પ્રથમ અને બીજી પ્રસુતિ સુધી આ યોજનાનો લાભ મળી શકશે.
આ યોજનાનો લાભ ગ્રામ્‍ય તથા શહેરી સગર્ભા માતાને જે તે વિસ્‍તારના સ્‍ત્રી આરોગ્‍ય કર્મચારી કે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનો સંપર્ક કરવાથી મળી રહેશે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની મહિલા.
અનુસુચિત જાતિ અને અનુસુચિત જન-જાતિ કુટુંબની મહિલા ૧૯ વર્ષ કે તેથી વધારે વયની મહિલા. પ્રથમ અને બીજી પ્રસુતિ સુધી આ યોજનાનો લાભ મળી શકશે.
અ.નુ. યોજનાનું નામ ચિરંજીવી યોજના 
યોજના ક્યારે શરૂ થઈ ઓકટોબર ૨૦૦૬
યોજનાનો હેતુ માતાઓ અને બાળકોના બચાવ માટે અમલમાં મુકવામાં આવેલી યોજના. સગર્ભાવસ્‍થા તેમજ પ્રસુતિ દરમ્‍યાન થતા માતૃમરણને અટકાવવા.
પ્રસુતિ દરમ્‍યાન અને પ્રથમ અઠવાડીયા દરમ્‍યાન થતા બાળ મરણ અટકાવવા.
યોજના વિશે માહિતી રાજયમાં માતા મૃત્‍યુનું પ્રમાણ તેમજ બાળમૃત્‍યુ દર ધટાડવાના રાજય સરકારશ્રીના અભિગમને પરિપુર્ણ કરવા ચિરંજીવી યોજના નો અમલ કરવામાં આવે છે. લાભાર્થી ગરીબી રેખા હેઠળ જીવતા હોવાનો પુરાવો આપતુ બી.પી.એલ. (Below Poverty Line) કાર્ડ બતાવવાનું રહેશે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. આ યોજના અંતર્ગત પ્રસુતા માતાને ખાનગી દવાખાનામાં વિના મૂલ્‍યે પ્રસુતિ તથા તે અંગેની તપસ સેવાઓ મળશે.
આ યોજના અંતર્ગત માન્‍ય ખાનગી દવાખાનામાં પ્રસુતિ માટે જનાર પ્રસુતા માતાને વાહન ભાડાના શહેરી વિસ્‍તાર માટે રૂ.૧૦૦/- તથા ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.૨૦૦/- દવાખાનામાં જ રોકડા આપવામાં આવશે. પ્રસુતા માતા સાથે જનાર સહાયક (ટ્રઇન દાયન, આંગણવાડી વર્કર કે તેના સગા) ને રૂ.૫૦/- દવાખાનામાં જ રોકડા આપવામાં આવશે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત લાભાર્થી ગરીબી રેખા હેઠળ જીવતા હોવાનું પુરાવા આપતું બી.પી.એલ. (Below Poverty Line) કાર્ડ બતાવવાનું રહેશે. અથવા આવકના પ્રમાણપત્રના આધારે પણ લાભ મળવા પત્ર છે.