ગાંધીનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ૧ જિલ્લા હોસ્પિટલ,૧ સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ ,૯ સામુહિક આરોગ્ય કેંદ્ર, ૪ તાલુકા આરોગ્ય કચેરી , ૨૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અને ૧૭૧ સબ સેન્ટર દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવામાં આવે છે.
આરોગ્ય શાખા જિલ્લા પંચાયત, ગાંધીનગર ધ્વારા પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય, રસીકરણ, પર્યાવરણીય સ્વચ્છતા જાળવણી, સારવાર, રકતદાન, શાળા આરોગ્ય,જન્મ મરણ નોંધણી વગેરે સેવાઓ આપવાની કામગીરી કરવામાં આવે છે
અગત્યના સંદેશાઓ
- ૧૮ વર્ષ પછી જ દીકરીનાં લગ્ન કરીએ.
- ૧૮ વર્ષ કે તેનાથી નાની વયે બાળજન્મ જોખમી બાળજન્મ, ર૧ વર્ષ કે પછીની પુખ્ત વયે બાળજન્મ તંદુરસ્ત બાળજન્મ.
- ગર્ભધારણના ૧ર અઠવાડીયા સુધીમાં નર્સબેન પાસે નોંધણી કરાવો.
- સગર્ભાવસ્થાની જાણ થતાં ઓછામાં ઓછી ત્રણ વાર તબીબી તપાસ કરાવવી.
- રસીકરણ દિવસ બુધવારે ધનુર વિરોધી રસીના બે ડોઝ મુકાવવા.
- પાંડુરોગ અટકાવવા લોહતત્વની ગોળી સગર્ભાવસ્થાના ત્રીજા મહિનાથી ત્રણ માસ સુધી લેવી.
- લોહતત્વની ગોળી લેવી.
- ફણગાવેલા કઠોળ, દૂધ, લીલાં પાંદડાવાળી ભાજી, ફળફળાદી, કાચા શાકભાજી -કચુંબર વધુ પ્રમાણમાં લેવા.
- સુવાવડ દવાખાનામાં જ થાય તેવો આગ્રહ રાખવો. દવાખાનામાં સુવાવડ કરાવવાથી માતા અને બાળક સુરક્ષિત રહે છે.
- સ્વચ્છ પંચક થકી સુરક્ષિત જન્મ સ્વચ્છ પંચક એટલે (૧) સ્વચ્છ જગ્યા (ર) સ્વચ્છ હાથ (૩) સ્વચ્છ બ્લેડ (૪) સ્વચ્છ દોરો (પ) સ્વચ્છ કાપેલ નાયડો.
- મમતાકીટનો ઉપયોગ કરી સુવાવડ થાય.
- શિશુને ઠંડુ પડી જતું અટકાવવું (હુંફાળું રાખવું - કાંગારુકેર)
- તંદુરસ્ત બાળકને બે દિવસે નવડાવવું અને જો બાળકનું વજન ર.પ કિ.ગ્રા.થી ઓછું હોય તો સાત દિવસે નવડાવવું.
- જન્મબાદ એક કલાકમાં માતા જેટલી સ્વસ્થ તેટલું વહેલું ધાવણ બાળકને આપવું.
- શરૂઆતનું પીળું ધાવણ ફેંકી દેવું નહીં, જે રોગપ્રતિકારક છે. તેને જરૂરથી બાળકને આપવું.
- ૬ માસ સુધી ફકત માતાનું ધાવણ - પાણી પણ નહીં, ગળથુથી નહીં.
- ૬ માસ પછી માતાના ધાવણ સાથે પૂરક આહાર આપવો.
- અમ્રુત સમાન એવું માતાનું દુધ, પોષક, પાચક, રોચક,રોગ પ્રતિકારક, બુઘ્ધિવર્ધક અને પ્રેમદા છે.
- બાટલી દૂધે બાળક રોગી, માતા દૂધે બાળક રહે નીરોગી.
- બાળકને ક્ષય, ધનુર ઉટાંટીયુ, ડીપ્થેરીયા, બાળલકવો અને ઓરીથી બચાવવા રસી મુકાવો.
- રસીઓનું છે વરદાન, છ બાળ રોગોથી બાળકને મળે છે જીવતદાન.
- કુટુંબ નિયોજનની પઘ્ધતિઓ અનેક મનપસંદ અપનાવો કોઈ એક.
- વિના મૂલ્યે મળે કુટુંબકલ્યાણ સેવાઓ અપાર, મા-બાપની તંદુરસ્તીનો એ છે આધાર.
- બે બાળક વચ્ચે ટૂંકો ગાળો, બાળમાંદગીને બાળમળત્યુ નોંતરનારો.
- ઓછા બાળ જન્મે,પણ જે જન્મે તે લાંબુ અને સારું જીવે.
- મોં પર બે ચક્ષુ મહાન, દીકરો દીકરી એક સમાન.
- સ્ત્રીભ્રુણહત્યાનું કલંક અને મહાપાપ મીટાવીએ, પુણ્ય કમાઈએ ને દીકરીનો જન્મ ઉજવીએ.
- દીકરીને પણ જન્મવાનો હકક છે.
- ગર્ભનું જાતીય પરીક્ષણ કાનૂની અપરાધ છે.
- જિંદગીનો એક જ લ્હાવો, દીકરી-દીકરાના ભેદ મીટાવો દીકરો ભણે પોતાને તારે દીકરી ભણે બે કુટુંબને તારે તોય મા-બાપ દીકરીને કેમ વધુ ન ભણાવે