×

આરોગ્‍ય પોષણ શિક્ષણ

છ વર્ષથી નીચેની વયના બાળકો માટે જ આ સેવાઓ મર્યાદિત રાખવામાં આવી છે. બાલ્યાવસ્થા બાળકના વિકાસ માટે કસોટીકાળ ગણવામાં આવે છે. બાળકના સામાજિક માનસિક અને શારીરિક વિકાસમાં માતાનો ફાળો અગત્યનો હોય છે. જેથી સ્તનપાન કરાવતી માતાઓ અને સગર્ભા સ્ત્રીઓ અને કિશોરીઓને પણ આવરી લેવામાં આવે છે.

જિલ્લા હસ્તકના તાલુકાકક્ષાએ હાલમાં બાળવિકાસ યોજના અધિકારીઓ તેમના ઘટક તેમજ ઘટક હસ્તકની આંગણવાડીઓ અને આંગણવાડી કક્ષાએ ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર/હેલ્પર અને ઘટક સેજા સુપરવાઇઝર મંજુર મહેકમની તા. ૧/૧૧/૨૦૧૩ની સ્થિતીની વિગતો નીચે મુજબ છે.

ક્રમ તાલુકાકક્ષા ઘટકનું નામ બાળવિકાસ યોજના અધિકારી મુખ્યસેવિકા (સુપરવાઇઝર) આંગણવાડી કાર્યકર આંગણવાડી તેડાગર
ગાંધીનગર-૧ ૧૫૮ ૧૫૮
ગાંધીનગર-૨ ૧૬૯ ૧૬૯
દહેગામ-૧ ૧૩૫ ૧૩૫
દહેગામ-૨ ૧૨૧ ૧૨૧
કલોલ ૧૪ ૩૦૫ ૩૦૫
માણસા ૧૭૩ ૧૭૩
કુલ ૪૩ ૧૦૬૧ ૧૦૬૧

સંકલિત બાળવિકાસ સેવા યોજના બીજી ઓક્ટોબર ૧૯૭૫થી દેશમાં અમલી બનાવવામાં આવી અને જેની અમલવારી ગ્રામ્ય/શહેર કક્ષાએ આંગણવાડી કેન્દ્રો મારફતે થાય છે.