સે.-ર૦ નું વિશ્વપ્રસિધ્ધ અક્ષરધામ મંદિર ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.
સે.-૨૨ નું પંચદેવ મંદિર મંદિર ખાસ આકર્ષણનું કેન્દ્ર છે
અડાલજ ગામ ગાંધીનગરથી ૧૫ કિ.મી. ના અંતરે આવેલુ છે. જે તેના પૌરાણિક પગથિયાવાળા કુવા “અડાલજની વાવ” થી પ્રસિધ્ધ છે. જે ઇ.સ. ૧૪૯૯ માં રૂડા રાણી (રાજા વેણુની પુત્રી અને રાજા વીરસિંગ ની પત્ની)દ્વારા તેમના પિતાની યાદમાં બંધાવવામાં આવેલ છે
આ વાવ તેની ઉત્કૃષ્ઠ અષ્ટકોણ બાંધણી અને કલા-કારીગરીના નમુનાનું ઉત્તમ ઉદાહરણ છે. સમગ્ર સ્થાપત્ય ભોંયતળિયે છે અને એક ઉપર એક માળની રચના સાથે એકની પાછળ એક ઓરડાની રચના પ્રભાવિત કરનારી છે.
અંબાપુર ગામમાં સુપ્રસિધ્ધ ઐતિહાસિક વાવ આવેલી છે.
ગામે વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમના દિવસે પલ્લીનો મેળો ભરાય છે. આ દિવસે પલ્લી ઉપર શુધ્ધ ધીનો અભિષેક થાય છે. જે રાજયપ્રસિધ્ધ છે.
વાસણ ગામે વૈજનાથ મહાદેવનું ૧૧૭ વર્ષ જૂનું મંદિર આવેલ છે.
વાસણ ગામે પ૧ ફૂટ ઉંચી વિરાટ હનુમાનજીની પ્રતિમા આવેલ છે.
ગુજરાત વિધાનસભા બિલ્ડીંગ, પંચદેવ મંદિર, બાલોઘાન-સે.ર૮, સરિતાઉઘાન, ઇન્દ્રોડા નેચર પાર્ક ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેરિત ત્રિમંદિર તથા હનુમાનજી મંદિર પ્રસિધ્ધ છે.
ગામ નજીક હાઇવે ઉપર સુપ્રસિધ્ધ વૈષ્ણોદેવી મંદિરની પ્રતિકૃતિ સમાન મંદિર જોવાલાયક છે.
ગામે સાબરમતી નદી કિનારે જક્ષિણી માતાનું પુરાણું મંદિર જોવાલાયક છે.
ડભોડા હનુમાનજીનું મંદિર જોવાલાયક છે.
સુપ્રસિધ્ધ ધંટાકર્ણ મહાવીરનું જૈનોનું યાત્રાધામ છે.જેમાં શુધ્ધ ધીની સુખડીનો પ્રસાદ ધરાવાય છે.
બી.આર.એસ. કોલેજ તથા સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્ક જોવાલાયક છે.
અંબોડ ગામે વર્ષોપુરાણું ઐતિહાસિક મહાકાળી માતાનું મંદિર મીની પાવાગઢ નામે પ્રસિધ્ધ છે તેમજ ૧ર૧૦ વર્ષ પુરાણું અંબાજી માતાનું મંદિર જોવાલાયક છે.
નગરનો રાજમહેલ(વનરાજ પેલેસ) તથા પ્રખ્યાત મલાવ તળાવ જોવાલાયક છે.
ગામે દરબાર ગઢ, સાબરમતી નદી કિનારે ગાયત્રી સાધનામંદિર તથા પૌરાણિક એકલસંગી મંદિર જોવાલાયક છે.
ઇફકોનું રાસા. ખાતરનું કારખાનું જોવાલાયક છે.
ગામે પૌરાણિક જૈનમંદિર જોવાલાયક છે.
ગામે સ્વયંભુ આસુદેવ મહાદેવનું મંદિર જોવાલાયક છે.
નગરમાં આવેલ કપિલેશ્વર મહાદેવનું મંદિર રાજયપ્રસિધ્ધ છે.
દેવકરણનાં મુવાડા ગામથી નજીક વાત્રક નદીના કિનારે ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર સુપ્રસિધ્ધ છે.
સાંપા ગામે ઐતિહાસિક મહત્વ ધરાવતી પ્રાચીન વાવ જોવાલાયક છે.