×

ઇતિહાસ

    ગાંધીનગર જિલ્‍લાનો ઇતિહાસ અમદાવાદ અને મહેસાણા જિલ્‍લાના ઇતિહાસ અને પુરાતત્‍વ વિજ્ઞાન પરથી સામાન્‍યપ્‍ણે જાણી શકાય છે.

  • દિલ્‍હી સલ્‍તનતનું શાસન-

    ઇ.સ.૧૩૪૭ માં શેખ મુઇમુદીન નાઝીમ (ગવર્નર) ના સમયે સુલતાન મહમ્‍મદ તથલખ જાતે દિલ્‍હીથી ગુજરાત લશ્‍કર લઇને આવ્‍યો હતો. આ ચડાઇ દરમિયાન સુલતાને દોલતાબાદ કૂચ કરી હતી અને આ રીતે પાટણથી અશાવાલ (અમદાવાદ) ના માર્ગે ગાંધીનગર જિલ્‍લામાંથી પસાર થયો હતો.

  • ગુજરાતની સ્‍વતંત્ર સલ્‍તનત-

    ઇ.સ.૧૪૧૧ ની આસપાસ પાટણને બદલે અમદાવાદ ગુજરાતનું પાટનગર બન્‍યુ. અમદાવાદ ગાંધીનગર તાલુકાની દક્ષિણ હદને સ્‍પર્શે છે. ઇ.સ.૧૪૫૯ માં ફતેહખાન (મહદ બેગડા તરીકે જાણીતો) સુલતાન મહમદ બેગડા તરીકે ગાદી પર આવ્‍યો. ગુજરાતના બધા સુલતાનોમાં મહમદ બેગડા પ્રથમ સ્‍થાને છે. તેના સમયમાં આંબા, રાયણ, મહુડા અને જાંબુના વૃક્ષો ઉગાડવામાં આવ્‍યા હતાં. ગાંધીનગર તાલુકાને આ યોજનાનો અઢળક લાભ મળ્યો જણાય છે. અમદાવાદથી નજીક હોવાને કારણે આ તાલુકાને બેગડાના શાસનનો ઘણો લાભ મળ્યો. ગુજરાતમાં તેના શાસન દરમિયાન અનાજ એટલું સસ્‍તુ હતું કે, ગુજરાતના ઇતિહાસમાં આવી મોંઘવારી ફરી કદલ જોવા મળી ન હતી.

    મહંમદ શાહ ત્રીજાના રાજયકાળ દરિમયાન, આલમખાન નામનો ઉમદા માણસ પેથાપુર ગયો હતો. પરંતુ તે ત્‍યાં લાંબો સમય રહી શકયો ન હતો. અમદાવાદના ઇશાન ખૂણે ૧૦ માઇલના અંતરે ઇતિમદખાન અને સુલતાન અહમદ શાહ ત્રીજાના અંગરક્ષક નાસીર-ઉલ-મુલ્‍ક વચ્‍ચે ગાંધીનગર તાલુકામાં લડાઇ થઇ હતી.ઇતિમદખાને અકબરને આમંત્રણ આપ્‍યું. અકબરે ગુજરાતની અરાજકતાનો લાભ લીધો અને ઇ.સ.૧૫૭૩ માં ગુજરાત જીતી લીધું.

    પાટનગર અમદાવાદ શહેરની નજીક હોવાને લીધે સુલતાનોના સમય દરમિયાન આ તાલુકાને ઘણું વાસ્‍તવિક મહત્‍વ મળ્યું. જિલ્‍લાના દક્ષિણ છેડે આવેલા ગામો લગભગ આગ્રા અને દિલ્‍હીના માર્ગમાં આવતા હોઇ, ઘણી કૂચ અને પ્રતિકૂચ આ જિલ્‍લામાંથી થઇ. આ સમય ઘણાં ક્ષેત્રમાં નોંધપત્ર પરિવર્તનનોની સાક્ષી હતો. નવી વાંટા ગણીતપ્રથા અસ્‍તિત્‍વમાં આવી તથા વેપાર- વાણિજયનો વિકાસ થયો. વેપાર વાણિજયની સમૃધ્‍ધિ થી શેરથા, રાંધેજા અને પેથાપુરને અસર થઇ. પેથાપુરમાં તલવાર બનાવવાનો ઉદ્યોગ અસ્‍તિત્‍વમાં આવ્‍યો.

    ઇ.સ.૧૫૭૩ દરિમયાન સમ્રાટ નકબરે ગુજરાત જીતી લીધું. આમ, આ તાલુકો મોગલ બાદશાહીના સીધા નિયંત્રણ હેઠળ આવ્‍યો. સમ્રાટે મિરઝા કોકાને ગુજરાતના પ્રથમ નાઝિમ તરીકે નીમ્‍યા. માજી સુલતાન મુઝફફરશાહ ત્રીજો તેનું ગુમાવેલું સિહાસન પાછું મેળવવા અનુકૂળ તકની રાહ જોતો હતો. તે અકબરના નાઝિમો (રાજયપલ) સાથે લડયો. અકબરના નાઝિમોને હરાવ્‍યા અને તેઓને પાટણ સુધી પીછેહઠ કરવાની ફરજ પ્‍ડી. આ સાંભળતાં અકબરે મિરઝા અબ્‍દુલરહીમખાનને ગુજરાત ફરી જીતી લેવા મોકલ્‍યો. તે ગાંધીનગર જિલ્‍લા પર કરીને પાટણ થઇને ઝડપથી અમદાવાદ આવી પહોંચ્‍યો. મુઝફફરશાહ ત્રીજો હાયોર્. ત્‍યારબાદ મિરઝા અબ્‍દુલરહીમખાન ગુજરાતનો નાઝિમ (ગવર્નર) બન્‍યો.

    સમ્રાટ ઔરંગઝેબના અવસાન પછી જૂના અને નવા નાઝિમો વચ્‍ચે અથડામણ શરૂ થઇ. ગાંધીનગરની જમીન અમદાવાદના પ્રવેરદ્વારની ઉત્‍તરે હોવાથી, આવી લડાઇઓ ગાંધીનગર તાલુકાના અડાલજ ગામની નજીક લડાઇ થઇ હતી. ગાંધીનગર તાલુકાના કોળીઓને આવી લડાઇઓમાં રસ હતો. નાઝિમ (ગવર્નર) હૈદર કુલીખાનના સમયમાં પેથાપુરના કોળીઓ નિરંકુશ બની ગયા હતા. તે વટેમ માર્ગુઓને લુંટી લેતા અને સ્‍થાનિક અધિકારીઓનું અપમાન કરતા હતા. આ કોળીઓને નિયત્રણમાં લેવા નાઝિમના અધિકારી કાસમ અલીખાનને પેથાપુર મોકલવામાં આવ્‍યો. જો કે તેને ત્‍યાં મારી નાંખવામાં આવ્‍યો હતો. જયારે નાયબ નાઝિમ સુજાતખાનને આની જાણ થઇ ત્‍યારે તે ખુબ ગુસ્‍સે થઇ ગયો અને આ કોળીઓને શિક્ષા કરવા પેથાપુર કૂચ કરી હતી. તેણે તેમને હરાવ્‍યા અને પેથાપુર ગામ બાળી નાખ્‍યું.

    મિરાત-ઇ-અહમદીના લેખક મિરઝા મહમંદ હુસેન (અલી મહંમદખાન) પેથાપુરના કોળીઓ સાથે અથડામણમાં ઉતર્યો હતો. ઇ.સ.૧૭૩૯ માં લેખક સાબરકાંઠા પ્રદેશમાં પાછા ફરી રહ્યા હતા ત્‍યારે પેથાપુરના કોળીઓએ તેને લૂંટી લેવાનો પ્રયાસ કર્યો. લેખક કોળીઓના બાણથી થોડો ઘવાયો હતો, પરંતુ તે બચી ગયો હતો.

  • અડાલજની લડાઇઃ

    અમદાવાદનો અગાઉનો નાયક હમીદાન મરાઠાઓની મદદથી અમદાવાદમાં દાખલ થવા ફરી પ્રયાસ કરતો હતો. પરંતુ ગુલામઅલી બેગ અને બીજા જનરલો કલોલમાં હતા. તેઓએ કૂચ કરી ગાંધીનગર તાલુકાના અડાલજ ગામમાં મુકામ કર્યો. તેમણે મુબારક-ઉલમુલ્‍કને દૂત સાથે સમાચાર મોકલ્‍યા, જે અમદાવાદ તરફની તેની કૂચમાં સિધ્‍ધપુર નજીક હતો. હમીદાન અમદાવાદમાં દાખલ થઇ શકે તેમ ન હોઇ અડાલજ તરફ કૂચ કરી અને શાહી ટુકડીઓ પર આક્રમણ કયુર્. અડાલજમાં ગમખ્‍વાર લડાઇ થઇ. ગુલામઅલી બેગડ ખ્‍વાજા મહમ્‍મદ અમન અને રાયજાદા હરકરણની સંયુકત હકુમત હેઠળની શાહી ટુકડી હમીદખાન અને મરાઠા ટુકડીઓ સાથે બહાદુરીપુર્વક લડયા અને યુધ્‍ધના મેદાનમાં પોતાની જાન સમર્પી. ગુલામઅલી બેગ પણ ખૂબ ઘવાયો પણ તેણે દુશ્‍મનોની કતાર પાર કરી. ઘણા થોડા સૈનિકો સાથે અમદાવાદ પહોંચ્‍યો. બાકીના સૈનિકો વેરવિખેર થઇ ગયા અને ઘવાયા. તેઓ મુબારક-ઉલ-મુલ્‍કને આ માઠા સમાચાર આપ્‍ાવા ગયા. હમીદખાન અડાલજની શાહીબાગ પાછો ફર્યો. પણ શહેરમાં દાખલ થઇ શકયો નહી. તેણે સાંભળ્યું કે મુબારક-ઉલ-મુલ્‍ક તેને શિક્ષા કરવા વીસ હજાર ચનુંદા ઘોડેસ્‍વારો સાથે ગાંધીનગર તાલુકામાં પ્રવેશ્‍યો છે. તેથી તે કંથાજી સાથે મહેમદાવાદ તરફ નાસી ગયો.

  • અભેસિંગ અને સર બુલંદખાન વચ્‍ચે લડાઇ-

    તે દિવસોમાં ગાંધીનગર તાલુકાનું અડાલજ ગામ અમદાવાદનું પ્રવેશદ્વારા હતું. એમ જણાય છે. સર બુલંદખાન મુબારક-ઉલ-મુલ્‍ક પછી ઇ.સ.૧૭૩૦ માં જોધપુરના મહારાજા અભેસિંગ નવા નાઝિમ (ગવર્નર) તરીકે આવ્‍યા. પરંતુ સર બુલંદખાન નવા નાઝિમને પોતાનો હવાલો સોંપવા અને શાંતિપૂર્વક અમદાવાદ છોડવા માગતો ન હતો. પરિણામે મહારાજ અભેસિંગે ૨૦,૦૦૦ સૈનિકોનું લશ્‍કર એકઠું કયુર્ અને પાલનપુર થઇને અમદાવાદ તરફ કૂચ કરી. હવે મહારાજાને ખબર પડીક કે બુલંદખાન તેમની સાથે લડવા સજજ થઇને ઉભો હતો. તેથી તેમણે રાધનપુરના બાબીનો સહકાર માગ્‍યો. જે તેમની ટુકડી સાથે જોડાયા. આ મોટુ લશ્‍કર અડાલજ આવી પહોંચ્‍યું અને ત્‍યાં મુકામ કર્યોર્. સર બુલંદખાને પણ અભેસિગ સાથે લડી લેવા અમદાવાદ છોડયું. અને અમદાવાદ અને અડાલજ વચ્‍ચે મુકામ કર્યો હતો. શહેરનું ઉત્‍તરનું પરૂ રણમેદાન બની ગયું. તેઓ એક બીજાને ગમે તે રીતે મારી નાખવા માગતા હતા. પરંતુ બંને ઘણા ચતુર હતા. સર બુલંદખાને માન્‍યું કે જૂની હિંદુ પરંપરા મુજબ મહારાજા હાથી પર યુધ્‍ધના મેદાનમાં આવશે, પણ મહારાજાએ અગમચેતી વાપરી સામાન્‍ય સૈનિકોના વેશમાં ઘોડા ઉપ્‍ર સવારી કરી. સર બુલંદખાને અડાલજની દિશામાંથી હાથીઓની હાર આગળ ધપતી જોઇ. તે અવિચારીપણે આ હાથીઓ તરફ ધસી ગયો. દુશ્‍મનના સૈનિકોની ખાતમો બોલાવય્‍ો અને હાથીઓને પકડી લીધા. અંબાડી પર મહારાજા કે બીજો કોઇ સૈનિક ન હતા. બંને બાજુએ ઘણા સૈનિકોએ આ યુધ્‍ધમાં પોતાના જાન ગુમાવ્‍યા. આ યુધ્‍ધમાં મોટી તોપોનો ઉપયોગ થયો. સર બુલંદખાનનું આક્રમણ એટલું જોરદાર હતું કે, છેવટે મહારાજા અભેસિગને તેની સાથે સમાધાન કરવું પડયું. સર બુલંદખાન અભેસિંગ તેને એક લાખ રૂપિયા આપે તો અમદાવાદ છોડવા સંમત થયો.

  • વલાદ થાણા પ્‍ાર આક્રમણ-

    ગાંધીનગર તાલુકાના વલાદ ગામના કોળીઓએ તે દિવસોમાં અગત્‍યનો ભાગ ભજવ્‍યો. ખાનગી પુરવઠા લાઇનનું રક્ષણ કરવા મોિમનખાને શાહ મહમ્‍મદ જમાદારને વલાદમાં, મહમ્‍મદ નૂરને કોળી કિલ્‍લામાં અને હરિ કોટવાલને ડભોડામાં મૂકયા. શહેરને અનાજ અને ઘાસચારો ખાનગીમાં પુરા પાડનાર કોળીઓની મદદ માટે આ અધિકારીઓને મુકવામાં આવ્‍યા હતા. અનાજ અને ઘાસચારો એકઠો કરનાર કોળીઓ પ્રથમ વલાદમાં ભેગા થયા અને ત્‍યારબાદ ખાનગીમાં તેમને માલ કોળી કિલ્‍લામાં લઇ ગયા. રાતના સમયે મરાઠા સૈનિકોના ધ્‍યાન પર ન આવે તે રીતે આ માલ તે શહેરમાં લઇ જતા. તેમ છતાં મરાઠા સેનાપતિઓની જાણમાં આ આવ્‍યું. અને તેમણે વલાદ બે અથવા ત્રણવાર લશ્‍કર મોકલ્‍યુ. પરંતુ લશ્‍કરને ભારે ખુવારી વેઠી પાછા ફરવું પડયું. તેમ છતાં મરાઠાઓની સાવચેતીવાળી દેખરેખથી કોળીઓની દૈનિક કમાણીમાં મોટો ફટકો પ્‍ડયો હતો. કેમ કે હવે વલાદ પર આક્રમણ કરવા દામાજીને સલાહ આપી. શાહ મહમ્‍મદ કામદાર કોળીઓનો વિશ્‍વાસઘાત સમજી ગયો. પણ તે લાચાર હતો અને ઘણી મુશ્‍કેલીએ વલાદ છોડયું અને અમદાવાદ નાસી છૂટયા. આમ વલાદ થાણાના પતન સાથે મોમિનખાનની મહત્‍વની પુરવઠા લાઇન કપાઇ ગઇ.

  • મરાઠા શાસન-

    ઇ.સ.૧૭૫૮ માં સદાશિવ રામચંદ્ર અને દામાજી ગાયકવાડે મોમિનખાન પાસેથી અમદાવાદ જીતી લેતાં, મોટાભાગનો ગાંધીનગર તાલુકો મરાઠા શાસન હેઠળ આવ્‍યો. ગાંધીનગર તાલુકાના મોટા ભાગમાં ાગમો, વડોદરા રાજયનું ૧૯૪૭ માં વિલીનીકરણ થતાં સુધી, વડોદરા ગાયકવાડ હેઠળ હતાં. પરિણામે, ગાંધીનગરના ઇતિહાસને વડોદરાના ગાયકવાડના ઇતિહાસ સાથે ગાઢ સંબંધ છે.

  • કડીના જાગીરદારનો બળવો-

    દામાજીરાવ ગાયકવાડના ભાઇ, હિમંત બહાદુર ખંડેરાવ ગાયકવાડની પાસે કડી પરગણાને તેની જાગીર તરીકે રહેવા પરવાનગી આપેલ હતી. કડીની આ નાની શાખાએ સ્‍થાનિક મુખી સાથે અનર્થકારી સંિધ કરી અને ગાયકવાડ કુળની શાસક શાખાને નબળી પાડવા પ્રયાસ કર્યો હતો. ત્‍યાર પછી ગાંધીનગર તાલુકાની ઉત્‍તર વિસ્‍તાર નાની શાખાના અંકુશ નીચે હતો. ખંડેરાવના પુત્ર મલ્‍હારરાવે વડોદરા નરેશને ખંડણી આપવા ઇન્‍કાર કર્યો અને કાન્‍હોજી રાવનો પક્ષ લીધો. તેણે સ્‍વતંત્ર શાસક તરીકે દેખાવ કર્યો. પરિણામે ગાંધીનગર તાલુકાનો વિસ્‍તાર નવી અથડામણનું મુખ્‍ય સ્‍થળ બન્‍યો. અડાલજ નજીક બે દુશ્‍મન સૈન્‍યો વચ્‍ચે અથડામણ થઇ. તેમાં હનુમંતરાવ વિજયી થયો. ત્‍યારબાદ વડોદરાના આનંદરાવ ગાયકવાડે કડીના ઉદ્રંડ મલ્‍હારરાવને શિક્ષ કરવા બ્રિટીશરો પાસેથી લશ્‍કરી મદદ મેળવી. ખંભાતથી મેજર એલે.કઝેન્‍ડર વોકર બ્રિટીશ દળ સાથે અમદાવાદ આવી અડાલજ ગયો. મલ્‍હારરાવે શાંતિ માટે પ્રયાસ કર્યો. પરંતુ ગાયકવાડ અને મેજર વોકરના સંયુકત દળે ઇ.સ.૧૮૦૨ માં નગર પર આક્રમણ કર્યુ. પણ દુશ્‍મનોની બંદુકોએ તેની ટુકડીઓને નાહિમંત બનાવી તેણે ૧૪૬ માણસો ગુમાવ્‍યો અને મુંબઇથી વધુ મદદ માટે રાહ જોવી પડી. સર વિલ્‍યમ કલાર્ક મેજર વોકરને મદદ કરવા તેની ટુકડીઓ સાથે બુડાસણ પહોચ્‍યો ને ચુપકીથી મલ્‍હારરાવના તોપખાના નજીક ગયો. ઝડપથી હુમલો કરી, બંદુકો કબજે લઇ તેનો દુશ્‍મન સાથે ઉપયોગ કર્યો. મલ્‍હારરાવની લશકરી છાવણી બાળી મુકવામાં આવી અને તેને કડી નગરને બ્રિટીશ ટુકડીને સોંપવાની ફરજ પાડવામાં આવી. આમ, મલ્‍હારરાવના શાસનનો ઇ.સ.૧૯૦૨ માં અંત આવ્‍યો.

  • આધુનિક સમય-

    સયાજીરાવ બીજાના રાજયકાળના પ્રારંભથી લગભગ આધુનિક સમય શરૂ થયો હોવાનું કહેવાય છે. અગાઉ મરાઠાઓ ગા;ધીનગર તાલુકાના લોકો પાસેથી સીધી ખંડણી ઉઘરાવતા હતા. હવે ઇસ્‍ટ ઇંડિયા કંપનીને ખંડણી સીધેસીધી ઉઘરાવી વડોદરા નરેશને આપવા માંડી. આમ ગાંધીનગર તાલુકાના લોકો મરાઠા સેનાની પકડમાંથી મુકત થયા.

  • મહીકાંઠા એજન્‍સી-

    મહીકાંઠા એજન્‍સી મુંબઇ ઇલાકાના છેક ઇશાન ખુણામાં આવેલી હતી. બાવીસી થાણાના ડભોડા અને બીજા ગામો અને ગાંધીનગર જિલ્‍લાના બે રાજપૂત પટ્ટા-વાસણા અને પેથાપુર મહીકાંઠા એજન્‍સી હેઠળ હતા. મહીકાંઠાના સરદાર વડોદરાના ગાયકવાડના ખંડીયા હતા. ઇ.સ.૧૮૨૦ માં મહીકાંઠાનું સંચાલન બ્રિટીશ સરકાર કરતી હતી. ૧૮૨૧ માં મુંબઇના ગવર્નર માઉન્‍ટ સ્‍ટુઅર્ટ એલ્‍ફીન્‍સ્‍ટને આ પ્રદેશની મુલાકાત લીધી અને તાલુકામાં શાંતિ જાળવવા અને ગાયકવાડી ખંડણી શાંતિપૂર્ણ રીતે વસુલ કરવા નવી રાજકીય એજન્‍સી સ્‍થાપી.

  • મહીકાંઠા એજન્‍સીનું મુખ્‍ય મથક સાદરા-

    ઇ.સ.૧૮૧૧-૧૨ માં વાસણા રાજયનું સાદરા ગામ બ્રિટીશ સરકારનું મુખ્‍ય મથક હતું. બ્રિટીશ મેજરે બ્રિટીશ છાવણી માટે જુના કિલ્‍લા પાસેની જમીન સંપાદન કરી. મેજરનો બંગલો, નાનું બજાર, હોસ્‍પીટલ, વિકટોરીયા જયુબિલી ગ્રંથાલય, જયુબિલી કલોક ટાવર અને અન્‍ય સરકારી મકાનો અસ્‍તિત્‍વમાં આવ્‍યા. આમ, સાદરાએ સમૃદ્વિ અને શાંતિની સદી જોઇ અને તે ગાંધીનગર તાલુકાના પ્રવેશના ગામો માટે ખરીદીનું કેન્‍દ્ર પ્‍ાણ બન્‍યું.

  • રાજયોને જોડી દેવાં-

    બ્રિટીશ સરકાર ઘણા વખતથી ઘણા નાના રાજયોના ભૌગોલિક વહીવટી અને રાજકીય પ્રશ્‍નો ઉકેલવા માટે સઘન સમીક્ષા કરી રહી હતી. વડોદરાના ગાયકવાડની દરખાસ્‍ત મુજબ તાજના પ્રતિનિધિઓએ જોડાણની યોજના મંજુર કરી. દરખાસ્‍તમાં વધારામાં ખંડણીની ચૂકવણી બંધ કરવાની અને અગાઉ નિવાસી અને રાજકીય એજન્‍ટ દ્વારા અદા કરાતાં કર્તવ્‍યો અને જવાબદારીઓ કેટલીક સલામતીને આધીન રહીને વડોદરા રાજય સામાન્‍ય રીતે સ્‍વીકારે એ હતું. પરિણામે આ યોજના મુજબ વાસણા રાજય, ડભોડા રાજય, બાવીસી થાણાના બીજા ગામો ાસથે અને પેથાપુર રાજય વડોદરા રાજય સાથે જોડી દેવામાં આવ્‍યા.

  • પેથાપુર રાજય-

    પેથાપુરના ઠાકોર રાજપૂતની વાઘેલા શાખાના અનુગામી હતા. તેમના પૂર્વજ જેતસિંહ અને વીરસિહ સાથે સંકળાયેલા છે. જેઠાજીના અનુગામી આનંદદેવે કલોલમાં રાજય કર્યુ. આ શાખાના સોમેશ્‍વરના પૌત્ર ચાંદાજીના હિમલોજી નામના પુત્રે તેના મામા પેથુજીના સોખડા ગામ પર આક્રમણ કર્યુ. હિમલોજીએ પેથુજીને મારી નાખી સોખડા લઇ લીધુ. પેથુજીની રાણી સતી થઇ. (પતિ સાથે બળી ગઇ) પેથુજીની રાણીની આખરી ઇચ્‍છા મુજબ સોખડાનું નામ ઇ.સ.૧૪૪૫ માં પેથાપુર પડયું.

    હિમલોજી પછી અનુક્રમે જિરતાજી અને દુદાજી આવ્‍યા. દુદાજીએ ઇડર પર હુમલો કર્યો. જેમાં તે લડાઇમાં માર્યો હતો. તેના પછી તેનો પુત્ર વાઘાજી આવ્‍યો. વાઘાજીના પુત્ર વીરમજીના શાસન દરમિયાન, મુસ્‍લિમો સાથે લડાઇ થઇ અને પેથાપુરનો સંપુર્ણ નાશ થઇ ગયો. વીરમજીના પુત્રે સુલતાન મહમદ બેગડા સાથે સંધિ કરી અને પેથાપુર અગાઉ જેવું સમૃધ્‍ધ બન્‍યું. જેસંગજી પછી અનુક્રમે શાહુલજી રાયસિહજી, સુજાજી, પુંજાજી, રણછોડજી, સાજનસિહ, ગંભીરસિંહ, કિશોરસિંહ, ફતેસિંગ, પૃથ્‍વીસિંહ, હિમતસિંહ, ગંભીરસિંહ ગાદીએ આવ્‍યા. ગંભીરસિંહ તેની પત્‍ની રાજબા સગર્ભા હતી તે સમયે ઇ.સ.૧૮૯૫ માં મૃત્‍યુ પામ્‍યા. ઇ.સ.૧૮૯૬ માં રાજબાના પુત્ર ફતેસિંહને બ્રિટીશ સરકારે ગાદીના વારસ તરીકે સ્‍વીકાર્યા. શિક્ષણ લીધા બાદ ફતેસિંહે ઇ.સ.૧૯૧૮ માં રાજયની લગામ હાથમાં લીધી.

  • સ્‍વતંત્રતા ચળવળ-

    ઇ.સ.૧૮૫૭ માં મહાન બળવા દરમિયાન ગાંધીનગર તાલકુાને અસર થઇ. પાટણના વણિક મગનલાલ ભૂખણે સિપાઇઓની ભરતી કરી. તેમણે હથિયારો એકઠા કરવા લોદ્રા પર આક્રમણ કર્યુ. જે હાલ ગાંધીનગર જિલ્‍લાનું ગામ છે. પેથાપુર હથિયારો બનાવવા માટે પ્રખ્‍યાત હતુ. તે દિવસોમાં ગાંધીનગર જિલ્‍લાના ઉનાવા ગામે હથિયારો સોંપવાનો ઇન્‍કાર કર્યો. ગાંધીનગર જિલ્‍લાના દેશપ્રેમી પનોતા પુત્ર હીરાલાલ મોતીલાલ ઝવેરી કે જે પરીસમાં હતા, તેમણે ભારતીય ક્રાંતિકારોને મદદ કરી તેમણે પ્રખ્‍યાત ક્રાંતિકારી શ્‍યામજી કૃષ્‍ણવર્મા વગેરે મદદ કરી કે જેણે ભારતના સ્‍વાત્ર્ય માટે ફ્રાન્‍સ અને ઇગ્‍લેન્‍ડમાં ચળવળ ચલાવી હતી અને તેણે ઉદારપણે ચળવળ માટે નાણાં ખચ્‍યા હતા.

    ઇ.સ.૧૯૧૬ માં વડોદરા રાજય પ્રજામંડળની સ્‍થાપના થઇ. પ્રજામંડળે ર્ડા.સુમંતભાઇ મહેતા કે જેણે ત્‍યાં આશ્રમ સ્‍થાપ્‍યો હતો તેની દેખરેખ હેઠળ ગાંધીનગર જિલ્‍લાના શેરથા ગામમાં તેની પહેલી શાખા શરૂ કરી. વાસ્‍તવમાં તે સ્‍વતંત્રતા ચળવળ માટે લોકોને તાલીમ આપવાનું કેન્‍દ્ર હતું. ગાંધીનગર જિલ્‍લાના લોકો ૧૯૩૦ની સત્‍યાગ્રહ ચળવળ દાંડીકૂચમાં જોડાયા. ઉનાવાના વિદ્યાર્થી આશ્રમે બુલેટિનો સાઇકલોસ્‍ટાઇલ કરાવી દુરનાં સ્‍થળોએ વહેંચવા માટે મોકલવાની વ્‍યવસ્‍થા કરી હતી. આશ્રમે તેના સ્‍થાપક ર્ડા.સુમંત મહેતાના માર્ગદર્શન હેઠળ માંદા અને ભૂગર્ભ કાર્યકરોને ખાનગી આશ્રમ આપ્‍યો. બ્રિટીશ ગુના તપાસ અધિકારીઓએ આશ્રમની મુલાકાત લીધી. પણ તે આશ્રમમાં દેશદ્રોહ કહેવાતું હોય તેવું કંઇ શોધી શકયા નહી. આ જિલ્‍લાના રાંધેજાના વતની ડાહ્યાભાઇ શુકલે મુંબઇમાં સત્‍યાગ્રહી તરીકે સક્રિય ભાગ લીધો. તેમણે મુંબઇમાં યુરોપિયનોની દુકાનો આગળ સત્‍યાગ્રહ કર્યો. તેની ધરપકડ થઇ. કેદ કરવામાં આવ્‍યો. અને દેવલાલી જેલમાં મોકલી દેવામાં આવ્‍યા. ગાંધીનગર જિલ્‍લાના ગ્રામ વિસ્‍તારોમાં સભા-સરઘસ અને હડતાળ સામાન્‍ય બન્‍યા. રાંધેજાના બે શિક્ષકો સત્‍યાગ્રહ ચળવળમાં જોડાયા હતા. આ દિવસોમાં સી.પી. મુનિ નામના સામાજિક કાર્યકરે રાંધેજામાં મુકામ કર્યો હતો. તેણે જુદા જુદા ગામોમાં જઇ, સભાઓ યોજી અને પ્રવચનો કરી જિલ્‍લાના લોકોને જાગૃત કર્યા. ૧૯૪૨ માં ભારત છોડો ચળવળના દિવસોમાં આ જિલ્‍લાએ ખૂબ ઉત્‍સાહથી તેની કામગીરી કરી.

    ઉપરની બાબતો ઉપરથી સ્‍પષ્‍ટ થશે કે ગાંધીનગર જિલ્‍લો સ્‍વતંત્ર ઝુંબેશમાં ભાગ લેવામાંથી કદી દુર રહ્યો ન હતો.

  • ગુજરાતનું નવું પાટનગર ગાંધીનગર-

    ૧ લી મે ૧૯૬૦ ના રોજ ગુજરાત અલગ અલગ રાજય તરીકે અસ્‍તિત્‍વમાં આવ્‍યું. રાજયના પાટનગર માટેની કાયમી જગ્‍યા કલોલ તાલુકાના પેથાપુર ગામ નજીક સાબરમતી નદીના કાંઠે પસંદ કરવામાં આવી ત્‍યાં ગાંધીનગર નામનું સુંદર શહેર બાંધવામાં આવ્‍યું. રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની સ્‍મૃતિમાં આ નવા નગરને ગાંધીનગર નામ અપાયું. આ તાલુકામાં કેટલાક ગામ અમદાવાદ જિલ્‍લાના અને કેટલાક ગામ મહેસાણા જિલ્‍લાના લઇ ૧૯૬૪ માં ગાંધીનગર જિલ્‍લો અસ્‍તિત્‍વમાં આવ્‍યો.

    રાજયનું પાટનગર અમદાવાદથી ખસેડી ૧૯૭૦ માં ગાંધીનગર લઇ જવામાં આવ્‍યું.

    તાજેતરમાં જિલ્‍લા વિભાજન સંદર્ભે એક તાલુકાના ગાંધીનગર જિલ્‍લામાં નવા ત્રણ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્‍યો. જેમાં મહેસાણા જિલ્‍લાના વિજાપુર તાલુકામાંથી નવો તાલુકો માણસા બનાવવામાં આવ્‍યો. તેમજ મહેસાણામાંથી કલોલ તાલુકો અને અમદાવાદ જિલ્‍લામાંથી દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્‍લામાં ભેળવતાં ચાર તાલુકાનો ગાંધીનગર જિલ્‍લામાં સમાવેશ થયેલ છે.