×

પ્રસ્તાવના

આયુર્વેદ એ જીવનનું વિજ્ઞાન છે. જીવન જીવવાની કળા છે. તેનું પ્રયોજન નિરોગીના સ્વા્સ્થ્યવનું રક્ષણ કરવનું અને રોગીના રોગને અર્થાત દુઃખને દુર કરી મનુષ્યોને સુખી કરવાનું છે. આયુર્વેદ સારવાર પદ્ધતિ સચોટ અને આડઅસર વિનાની છે. તથા સારવાર માટે ઔષધીય વનસ્પ.તિનો ઉપયોગ કરવામાં આવે છે.

સર્વેજન હિતાય અને સર્વજન સુખાર્થે ગાંધીનગર જિલ્લા્માં આયુર્વેદ અને હોમીયોપેથીક દવાખાના આવેલા છે. જયાં મેડીકલ ઓફીસરો દ્વારા ગ્રામ્ય વિસ્તાોરની પ્રજાના આરોગ્યસની જાળવણી તથા રોગીના રોગનું નિદાન કરી નિઃશુલ્કર સારવાર અને માર્ગદર્શન આપવામાં આવે છે.

નિયામકશ્રી ભારતીય તબીબી અને હોમીયોપેથીક દવાખાનાઓનું તાંત્રિકી અને વહીવટી કામગીરીનું સંપૂર્ણ માર્ગદર્શન અને નિયંત્રણ ગાંધીનગર જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાજમાં આયુર્વેદ દવાખાના-૧પ અને હોમીયોપેથીક-૭ છે. તાલુકાવાર દવાખાનાની સ્થિલતિ નીચે પ્રમાણે છે.

તાલુકાનું નામ આયુર્વેદ દવાખાના કુલ-૧૭ હોમીયોપેથીક દવાખાના કુલ-૭
જિલ્‍લા પંચાયત સંચાલીત-પ સરકાર સંચાલીત દવાખાના-૧૨ સરકાર સંચાલીત હોમીયોપેથીક દવાખાના
ગાંધીનગર ૧. કુડાસણ
ર.સરઢવ
૩. મગોડ
૪.દોલારાણાવાસણા
૧. જમીયતપુરા
૨. પોર
૩. સેકટર-૭
૪. અમીયાપુર
૫.ટીંટોડા
૬. આયુર્વેદ ઓ.પી.ડી. સીવીલ હોસ્‍પિટલ ગાંધીનગર
૭. સેક્ટર-૨૯
૧. સીવીલ હોસ્‍પિટલ ગાંધીનગર
ર.ચિલોડા
૩.ડભોડા
કલોલ ૧. ઇસંડ ૮. કલોલ ૪. આમજા
૫. રામનગર
દહેગામ - ૯. ખાનપુર
૧૦. પીપળજ
૬. કડજોદરા
માણસા - ૧૧. રીદ્રોલ
૧૨. પરબતપુરા
૭. માણસા