ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ નવી દિલ્હી દ્વારા બાલિકા સમૃધ્ધિ યોજનાની શરૂઆત ૧૫/૮/૯૭ થી કરવામાં આવી હતી. સદર યોજના ૧૦૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. આ યોજના હેઠળ ભારત સરકારે નકકી કરેલી ગરીબી રેખા નીચેના ગ્રામિણ અને શહેરી વિસ્તારોના કુટુંબોમાં ૧૫ ઓગષ્ટ ૧૯૯૭ ના રોજ અથવા તે પછી જન્મેલી બાલિકાઓ નીતે જણાવેલ લાભો માટે હકકદાર છે.
ધોરણ | વાર્ષિક શિષ્યવૃત્તિ ની રકમ | ધોરણ | વાર્ષિક શિષ્યવૃત્તિ ની રકમ |
---|---|---|---|
૧ થી ૩ | દરેક વર્ષ માટે વાર્ષિક રૂ.૩૦૦ | ૬-૭ | દરેક વર્ષ માટે વાર્ષિક રૂ.૭૦૦ |
૪ | વાર્ષિક રૂ.૫૦૦ | ૮ | વાર્ષિક રૂ.૮૦૦ |
૫ | વાર્ષિક રૂ.૬૦૦ | ૯-૧૦ | દરેક વર્ષ માટે વાર્ષિક રૂ.૧૦૦૦ |
આ યોજનામાં બાલિકાની ઉંમર ૧૮ વર્ષની થાય ત્યાં સુધી પાકતા નાણાંમાંથી મુદત પહેલાં ખાતામાંથી કોઇ રકમ ઉપાડવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ અંગેનું પત્રક સામેલ છે.
ભારત સરકાર તરફથી ગરીબી રેખા નીચે જીવતા તેમજ અન્ય ગરીબ વર્ગોને સામાજીક સુરક્ષા કવચ પુરૂ પાડવાના હેતુસર જનશ્રી વીમા યોજના ઓગષ્ટ-૨૦૦૦થી જાહેર કરેલ છે. આ યોજના હેઠળ દરેક વીમા સુરક્ષિત વ્યકિત માટે નીચે મુજબની રકમ ઉપલબ્ધ છે.
ક્રમ | વિગત | રકમ | તા.૨/૭/૦૭થી નવીન સુધારેલ રકમ |
---|---|---|---|
૧ | કુદરતી મૃત્યુ | ૨૦,૦૦૦ | ૩૦,૦૦૦ |
૨ | અંશતઃ ખંડ ખાંપણ | ૨૫,૦૦૦ | ૩૭,૫૦૦ |
૩ | કાયમી ખોડખાંપણ | ૫૦,૦૦૦ | ૩૭,૫૦૦ |
૪ | અકસ્માતથી મૃત્યુ | ૫૦,૦૦૦ | ૭૫,૦૦૦ |
આ વીમા યોજનામાં દાખલ થનાર માટે રૂા.૨૦૦/-નું પ્રિમીયમ નકકી કરેલ છે. જેમાંથી રૂા.૧૦૦/- સોસ્યલ સીકયોરીટી ફંડ માંથી જીવન વિકાસ નિગમને સબસીડી રૂપે ઉપલબ્ધ થાય છે. જયારે બાકીની રકમ વીમા નો લાભ લેનાર લાભાર્થીએ તેમજ રાજય સરકારે આપવાની થાય છે.
રાજયમાં સંકલિત બાળવિકાસ યોજના હેઠળ માનદ્ વેતન કાર્યકર તરીકે ૧૮ વર્ષથી ૬૦ સુધીની આંગણવાડી/હેલ્પરોને જનશ્રી વિમા યોજના ના કવચ આવરી લીધેલ છે. આ યોજનાની જોગવાઇ અનુસાર જે આંગણવાડી વર્કર/હેલ્પર આ યોજનામાં જોડાવા તૈયાર હશે તેમની પાસેથી વાર્ષિક રૂા.૮૦/- પ્રિમિયમ પેટે આપવાના રહેશે
ગાંધીનગર જિલ્લામાં ૭૪૭ આંગણવાડી કાર્યકર અને ૬૬૩ આંગણવાડી હેલ્પરોને જનશ્રી વીમા યોજનામાં આવરી લીધેલ છે. આ સાથે વિગત દર્શાવતુ પત્રક સામેલ છે.
યોજનાનો હેતુ
બાલિકા સમૃધ્ધિયોજના બી.પી.એલ. કુટુંબના લાભાર્થીને બે બાળકી ના જન્મવખતે રૂા.૫૦૦/- જન્મોત્તર અનુદાન ફીકસ ડીપોઝીટ સ્વરૂપે આપવામાં આવે છે.
કિશોરી શકિત
૧૧ થી૧૮ વર્ષ ની કિશોરીઓને પુરક પોષણ તથા જાતિય શિક્ષણની તાલીમ અને એનેમિયા કન્ટ્રોલ ટેબલેટ આપવામાં આવે છે.
જનશ્રી વિમા યોજના
આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બહેનોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે. આકસ્મિત મૃત્યુ સમયે રૂા.૪૦,૦૦૦/- પ્રોત્સાહન સ્વરૂપમાં આપવામાં આવે છે.
યોજનાનાનો લાભ કોને મળી શકે તેના માટે કોને મળવું તેની વિગત દર્શાવો.
બાલિકા સમૃધ્ધિયોજના બી.પી.એલ. કુટુંબના લાભાર્થીને લાભ આપવામાં આવે છે.
કિશોરી શકિત
૧૧ થી૧૮ વર્ષ ની કિશોરીઓને લાભ આપવામાં આવે છે.
જનશ્રી વિમા યોજના
આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બહેનોને આ યોજનામાં આવરી લેવામાં આવેલ છે.
આ યોજનાના લાભ માટે ધટકવાર સુપરવાઇઝરશ્રીની નિમણુંક કરવામાં આવેલ છે. જેના દ્વારા બાળવિકાસ યોજના અધિકારીશ્રીને મળવું.
યોજનાના લાભાર્થીઓ ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, સ્ત્રીઓ (માર્ચ-૨૦૦૫ અંતિત)
અ.ન | તાલુકાનું નામ | લક્ષ્યાંક | સિધ્ધિ | ટકાવારી | |||
---|---|---|---|---|---|---|---|
આંગણવાડી | લાભાર્થી | આંગણવાડી | લાભાર્થી | આંગણવાડી | લાભાર્થી | ||
૧ | ગાંધીનગર | ૨૪૮ | ૧૫૦૦૦ | ૨૪૭ | ૧૬૭૫૩ | ૯૯ | ૧૧૨ |
૨ | દહેગામ | ૧૮૯ | ૧૨૦૦૦ | ૧૮૯ | ૧૧૦૨૦ | ૧૦૦ | ૯૨ |
૩ | કલોલ | ૨૫૯ | ૧૭૦૦૦ | ૨૫૨ | ૧૩૩૧૯ | ૯૭ | ૭૮ |
૪ | માણસા | ૧૨૯ | ૭૦૦૦ | ૧૨૬ | ૪૬૮૯ | ૯૮ | ૬૭ |
કુલ. | ૮૨૫ | ૫૧૦૦૦ | ૮૧૪ | ૪૫૭૮૧ | ૯૯ | ૯૦ |