રાજય સરકારશ્રી તરફથી જિલ્લા પંચાયતને તબદીલ થયેલ ધારાકીય સત્તાઓ અંગે જિલ્લા પંચયાતની સંબંધકર્તા સત્તાધારીને સહકારી પ્રવૃત્તિના સિધ્ધાંતને અનુરૂપ તેમજ સહકારી ખાતા તરફથી વારંવાર બહાર પાડવામાં આવતી માર્ગદર્શક સૂચનાઓની યોગ્ય અમલ થાય તે પ્રમાણે વાકેફ કરવા.
સરકારશ્રીના ખેતી વન અને સહકાર વિભાગના તા.૩૧/૮/૮૧ ના જાહેરનામા નં.જી.એચ.કે.એચ.૭૨૮૧-સી.એ.૪૦૭૮-૪૨૨૯-ડી થી જીલ્લા પંચાયતને ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ થી નીચેની કલમો અન્વયે કાર્યવાહી કરવા સતા સુપ્રત કરવામાં આવેલ છે.
કલમ-૯ | સહકારી મંડળીઓની નોંધણી કરવા બાબત. |
---|---|
કલમ-૧૦ | સહકારી મંડળીઓના નિયત થયેલ રજીસ્ટરો નિભાવવા બાબત |
કલમ-૧૧ | કેટલાક પ્રશ્નોનો નિર્ણય કરવા બાબત. |
કલમ-૧૩ | સહકારી મંડળીઓના પેટા કાયદાઓમાં સુધારા કરવા બાબત. |
કલમ-૧૫ | સહકારી મંડળીઓના નામમાં ફેરફાર કરવા બાબત. |
કલમ-૧૭ | સહકારી મંડળીઓનું એકત્રીકરણ, તબદીલ, વિભાજન અથવા રૂપાંતર કરવા બાબત. |
કલમ-૧૮ | એકત્રીત કરેલી વિભાજન કરેલી અથવા રૂપાંતર કરેલી મંડળીઓની નોંધણી રદ કરવા બાબત. |
કલમ-૧૯ | સહકારી મંડળીઓની પુન: રચના કરવા બાબત. |
કલમ-૨૧ | સહકારી મંડળીઓને ભાગીદાર કરવા માટે પરવાનગી આપવા બાબત |
કલમ-૨૪ | સહકારી મંડળીમાં સભ્યોને દાખલ ન કરવાને પરિણામે ઉપસ્થિત થતી અપીલ બાબત. |
કલમ-૭૫ | ચૂંટણી થયેલી મંડળીનું દફતર અને મિલકત નવા અધ્યક્ષને સોંપવા બાબત. |
કલમ-૭૭ | સહકારી મંડળીની નિયત થયેલ વાર્ષિક સામાન્ય સભાની મુદતમાં વધારો આપવા બાબત. |
કલમ-૭૮ | સહકારી મંડળીઓની ખાસ સામાન્ય સભા બોલાવવા અંગે |
કલમ-૧૧૫ | સહકારી મંડળીઓ આટોપી લેવામાં આવે ત્યારે તેમની વધારાની અસ્કયામતોની વ્યવસ્થા કરવા બાબત. |
(ર) પ્રાથમિક મંડળીઓને ધિરાણ મેળવવામાં કોઇ અગવડતા ન પડે તે માટે વિસ્તરણ અધિકારી સહકારી મારફત પ્રાથમિક સહકારી મંડળીઓના તપાસણી કાર્યક્રમ અસરકારક રીતે ગોઠવવો અને પોતે પણ ઓછામાં ઓછી ૪ મંડળીઓ તપસણી અને ૪ મંડળીઓની મુલાકાતની કામગીરી પ્રતિમાસ હાથ ધરવી. આ માટે જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ તરફથી જે મંડળીઓ તપાસણી અર્થે સુપ્રત થાય તે મંડળીઓની પણ તપસણી કે મુલાકાત હાથ ધરવી ટૂંકમાં મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર તેમજ તેમના હાથ નીચેના વિસ્તરણ અધિકારી સહકારે પોતાના કાર્યક્ષેત્રમાં આવેલ પ્રાથમિક મંડળીઓની પ્રતિ માસમાં ઓછામાં ઓછી ૪ તપસણી અને ૪ મુલાકાત ગોઠવવી.
(૩) રાજય સહકારી સંધના ઇન્સ્ટ્રકટરો મારફત થતી સહકારી પ્રચાર અને વિસ્તરણ કામગીરીમાં મદદરૂપ થવુ.
(૪) તેમના કાર્ય વિસ્તારમાં આવેલી બધી સહકારી મંડળીઓની વાર્ષિક સામાન્ય સભા નિયમિત યોજાય તે માટે વિસ્તરણ અધિકારી સહકાર મારફત જરૂરી તકેદારી રાખવી અને સમયસર કાર્યવાહી હાથ ધરવી .
(૫ ) વિસ્તરણ અધિકારી સહકારની પ્રતિમાસ એક મીટીંગ અચૂક બોલાવવી. તેમાં જિલ્લાની સહકારી પ્રવૃત્તિના વિકાસને લગતી ચર્ચા કરવી. જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓને આ મીટીંગમાં ખાસ આમંત્રણ આપી હાજર રાખવા અને સહકારી ખાતા અને પંચાયત વચ્ચે યોગ્ય સમન્વય પ્રસ્થાપિત કરવો.
(૬) જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ તરફથી અપાતી સૂચનાઓનું પાલન કરવું અને તેમની સાથે યોગ્ય સહયોગમાં પ્રવૃત્તિના વિકાસથી માહિતગાર રહેવુ.
(૭) રાજય સરકારશ્રી તરફથી રાજયની સહકારી મંડળીઓના રજિસ્ટ્રારશ્રી તરફથી અને કુટિર ઉદ્યોગ વિભાગના નિયામકશ્રી તરફથી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરફથી વખતો અપાતી સુચનાઓનું પાલન કરવું
(૮) સહકારી પ્રવૃત્તિને લગતી તમામ ફરજો બજાવવાની રહેશે.
ઉપર મુજબની કામગીરીમાં કોઇ યોજનાકીય કે નાણાંકીય લક્ષ્યાંક ખાતા તરફથી ફાળવવામાં આવતો નથી.