×

શાખાની કામગીરી

પંચાયત સિંચાઇ વિભાગ દ્રારા નાની સિંચાઇ યોજનાઓ જેમાં ચેકડેમ તેમજ ચેકડેમ ક્રોઝવે, ઉદ્રવહન સિંચાઇ યોજનાઓ, સામુહિક સિંચાઇ કુવા, તળાવ ઉંડા કરવાનો કામો તેમજ નાના પુર નિયંત્રણના કામો હાથ ધરવામાં આવે છે .

ગાંધીનગર જિલ્‍લાના દુરવર્તી ગામડાઓમાં નાની સિંચાઇના કામો ખેતી માટે જીવાદોરી સમાન છે. નાની સિંચાઇના કામોનું બાંધકામ ઝડપી કરી શકાય છે અને તેના લાભો તાત્‍કાલિક મળવાને કારણે તેનું મહત્‍વ વધારે છે.

નાની સિંચાઇના કામો અંતર્ગત નાની સિંચાઇ યોજના અનુશ્રવણ તળાવો, ચેકડેમ, આડબંધના કામો તેમજ પુર નિયંત્રણ અને પાણી નિકાલના કામો હાથ ધરવામાં આવે છે.

જિલ્‍લા પંચાયતની સિંચાઇ શાખા દ્વારા આયોજન મંડળ, ૧૩ માં નાણાપંચની ગ્રાન્‍ટ, રેતી કાંકરીની ગ્રાન્‍ટમાંથી પીવાના પાણીને સંબંધિત કામો જેવા કે, પીવાના પાણીની પાઇપ લાઇન, બોર, સબમર્શીબલ પંપ વિગેરે, ભૂગર્ભ ગટર યોજનાના કામો તેમજ રાજ્ય બજેટમાંથી ભૂમિ સંરક્ષણના પૂર નિયંત્રણ દિવાલના કામો હાથ ધરવામાં આવે છે.

નાની સિંચાઇના વર્ષ ૨૦૧ર-૧૩

ગાંધીનગર જિલ્‍લામાં કલોલ અને માણસા તાલુકામાં જિલ્‍લા પંચાયત હસ્‍તક ૧૩ પાતાળ કૂવાઓ દ્વારા સિંચાઇની સગવડો આપવામાં આવી રહેલ છે. જેને કારણે ૪૧૧ હેકટર જમીનને સિંચાઇનો લાભ આપી શકાય છે.