જિલ્લા પંચાયત ગાંધીનગરમાં નાની સિંચાઈના કામો માટે અલગ કાર્યપાલક ઈજનેરશ્રી તેમજ વિભાગીય કચેરી ફાળવવામાં આવેલ નથી પરંતુ જિલ્લામાં દહેગામ અને ગાંધીનગર તાલુકાના કામો માટે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, પંચાયત સિંચાઈ પેટા વિભાગ-૧ સેકટર-૧૩ ગાંધીનગર અને માણસા તથા કલોલ તાલુકાના કામો માટે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, પંચાયત સિંચાઈ પેટા વિભાગ-ર ગાંધીનગરની કચેરીઓ કાર્યરત છે. આ બંને કચેરીઓ કાર્યપાલક ઈજનેરશ્રી, પંચાયત સિંચાઈ વિભાગ, અમદાવાદના તાંત્રિક નિયંત્રણ હેઠળ કામગીરી બજાવે છે.
ગાંધીનગર જિલ્લાનો વિસ્તાર ભૌગોલિક રીતે સામાન્ય છે. જિલ્લામાં સાબરમતી, વાત્રક, મેશ્વો અને ખારી નદીઓ આવેલ છે. આ નદીઓ તથા તેના કોતરોમાં ભૂસ્તરીય સ્તરો માટી/ રેતીના છે. આથી ચેકડેમના કામો મહદ અંશે શકય બનતા નથી. ગાંધીનગર જિલ્લાના જુના તળાવોની સુધારણા કરી અનુશ્રવણ તળાવ તરીકે વિકસાવવામાં આવે છે.
ઉપરાંત ૧૩ માં નાણાપંચના અનુદાન/ આયોજન મંડળની વિવિધ જોગવાઈઓના અનુદાનમાંથી પીવાના પાણીને સંબંધિત કામો (ઉંચી ટાંકી અને સમ્પ સિવાય) ગંદા પાણીના નિકાલની ગટર લાઈનના કામોનું અમલીકરણ જિ.પં.ની સિંચાઈ શાખાને સોંપવામાં આવેલ છે.