જિલ્લા પંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) છે. આ શાખા નીચે મુજબની કામગીરી સંભાળે છે.
૧ . | સામાન્ય સભા લગતી તમામ કામગીરી. |
ર. | કારોબારી સમિતિ ને લગતી તમામ કામગીરી. |
૩. | તા.પં.ની સામાન્ય સભા, કારોબારી સમિતિની કાર્યવાહી નોંધ અવલોકનમાં લેવા. |
૪. | કલમ-૭૦(૪) (ખ) અવિશ્વાસની દરખાસ્ત અંગે તા.પં.પ્રમુખ બેઠક ન બોલાવેલ તે બેઠક બોલાવવા અંગેની કામગીરી. |
પ. | કલમ-૭૧ મુજબ તા.પં.પ્રમુખ, ઉપ પ્રમુખ સભ્યોને હોદ્દા પરથી/સભ્યપદેથી દુર કરવાની કામગીરી મોકુફ રાખવાની કામગીરી. |
૬. | કલમ ૭૩ મુજબ તા.પં.પ્રમુખ, ઉપપ્રમુખ સભ્યોને હોદ્દા પરથી/સભ્યપદેથી દુર કરવાની કામગીરી મોકુફ રાખવાની કામગીરી. |
૭. | કલમ ૮૪ મુજબની અવિશ્વાસની દરખાસ્તની તમામ કામગીરી અવિશ્વાસની પ્રસ્તાવ અંગે બેઠક ન બોલાવે તો યોગ્ય સત્તાધિકારીને રીપોર્ટ કરવાની કામગીરી. |
૮. | કલમ ૮૯(૧)ની ખાલી પડેલ બેઠકની જાણ કરવાની, તા.પં/જિ.પં.ની ખાલી પડેલ બેઠકોની કામગીરી. |
૯. | કલમ ૧૪૫ હેઠળ જુદી જુદી સમિતિઓની રચનાની તેમજ તે લગતની તમામ કામગીરી. |
૧૦. | કલમ ૬૩ હેઠળ તા.પં.ની પ્રથમ બેઠક બોલાવવાની કામગીરી. |
૧૧. | કલમ ૬૮(૧) તા.પં.ના પ્રમુખનું રાજીનામા અંગેની કામગીરી. |
૧૨. | તા.પં.સભ્ય જગા ખાલી પડવાની તકરારની કામગીરી. |
૧૩. | પેનલ એડવોકેટ ફાળવવાની કામગીરી. |
૧૪. | ચુંટણીને લગતી કામગીરી. |
૧૫. | ગુ.પં.અધિ.૧૯૯૩ની કલમ ૭૭ હેઠળ જિલ્લા પંચાયતના પ્રમુખ/ઉપપ્રમુખશ્રીની ચુંટણી લગતની કામગીરી. |
૧૬. | જિલ્લા, તાલુકા ગ્રામ પંચાયતના પદાધિકારીઓને તાલીમમાં મોકલવવાની કામગીરી. |
૧૭. | વિકાસ કમિશ્નરશ્રીના ઓડીટ પેરા. |
૧૮. | શાખાધિકારીશ્રીઓની પ્રવાસ ડાયરી મંજુર કરવાની કામગીરી. |
૧૯. | કોર્ટ કેસના પ્રશ્નો તૈયાર કરવાની કામગીરી. |
૨૦. | ગુજરાત પંચાયત કાઉન્સીલની મીટીંગ અન્વયેની કામગીરી. |
૨૧. | કલમ-૫૭ (૧)(ર૨) સરપંચ ઉપસંરપચ સભ્યો વિરુધ્ધની તપાસ તથા કાર્યવાહી. |
૨ર. | કલમ ૫૯ સરપંચ, ઉપ સરપંચને હોદ્દા પરથી મોકુફ રાખવાની કામગીરી. |
૨૩. | ઓકટ્રોગ અંગેની ગ્રાન્ટ. |
૨૪. | કલમ-૨૪૯(૪) ગ્રા.પં./હુકમની અમલ મોકુફી, રદ કરવાની કામગીરી. |
૨પ. | સરપંચશ્રીના રાજીનામાની તકરાર અંગેની કામગીરી કલમ ૫૪(૩) |
કર્મચારીઓની સેવા વિષયક તમામ પાસાની કામગીરી
કાયદાઓ અને નિયમો
કર્મચારીઓ/અધિકારીશ્રીઓને લાગુ પડતા ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ-૨૦૦૨ તથા તેને લગતા નિયમો જે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તેમજ તેને લગતા જાહેરનામાં, ઠરાવો, પરિપત્રોની મર્યાદમાં અમલવારી કરવામાં/કરાવવામાં આવે છે.
માહિતી મેળવવાનો અધિકારઃ
સરકારશ્રી દ્વારા માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અમલમાં આવેલ છે તે મુજબ પ્રત્યેક નાગરિક/કર્મચારી માહિતી મેળવી શકે છે. આ શાખા હસ્તકના મહેકમને લગત કામગીરી તેમજ ઉપલબ્ધ માહિતી અંગે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪(૧) (ખ) હેઠળ પ્રસિધ્ધ કરવાની થતી વિગતોની પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે.
જાહેરનામાં
સરકારશ્રી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતા સેવા વિષયક જેહારનામાંનો કચેરી તથા તાબાની કચેરીઓમાં ચુસ્તપણે અમલ કરવામાં/કરાવવામાં આવે છે.
ઠરાવઃ
સરકારશ્રી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતા સેવા વિષયક ઠરાવોનો કચેરી તથા તાબાની કચેરીઓમાં ચુસ્તપણે અમલ કરવામાં/કરાવવામાં આવે છે.
નાગરિક અધિકાર પત્રઃ-
સરકારશ્રી દ્વારા અમલમાં આવેલ નાગરિક અધિકાર પત્રનો પણ અમલ કરવામાં આવે છે. કર્મચારીઓ/અધિકારીશ્રીઓના પ્રશ્નો વિગેરે બાબતની અરજીઓનો નિકાલ સંતોષકારક રીતે સમય મર્યાદામાં કરવામાં આવે છે. અને તાબાની કચેરીઓમાં પણ અમલ થાય તે બાબતે પણ તકેદારી રાખવામાં આવે છે. અને સમીક્ષા પણ કરવામાં આવે છે.
અરજી પત્રકોઃ-
આ શાખામાં નાયબ ચીટનીશ, મદદ.તાલુકા વિકાસ અધિકારી, સીન.ક્લાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સપેક્ટર, તલાટી કમ મંત્રી, જુ.ક્લાર્ક, ડ્રાઇવર, પટ્ટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને લગતી બાબતો જેવી કે બદલી, મુશ્કેલીઓ, વિગેરે બાબતોની અરજીઓ આવે ત્યારે નિયમો/પરિપત્રો/ઠરાવોની મર્યાદમાં રહીને નિકાલ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. અને નિયમોનુસાર કાર્યવાહી કરી નિકાલ સવેળા થાય તે જોવામાં આવે છે. અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.
કર્મચારીઓની નિમણુંકઃ
તાલુકાની કચેરીઓમાં ખાલી પડતી નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર ક્લાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સપેક્ટર, તલાટી કમ મંત્રી, જુનીયર ક્લાર્ક, ડ્રાઇવર, પટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાઓ ભરવા નિમણુંક આપવા અંગેની સરકારશ્રી તરફથી બહાર પડવામાં આવતી જાહેરાતો મુજબની કાર્યવાહી કર ીપસંદગી કરી પસંદગી મુજબના ઉમેદવારોને નિમણુંક આપવામાં આવે છે.
તેમજ પગાર ધોરણ ૪૦૦૦-૧૦૦-૬૦૦૦ સુધીની અમુક જગ્યાઓની ભરતી સરકારશ્રીની મંજુરી સચિવશ્રી, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા જાહેરાત મુજબની કાર્યવાહી કરી પસંદગી યાદી મુજબ નિમણુંક કરવામાં આવે છે.
કર્મચારીઓની નિમણુંકઃ
તાલુકાની કચેરીઓમાં ખાલી પડતી નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર ક્લાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સપેક્ટર, તલાટી કમ મંત્રી, જુનીયર ક્લાર્ક, ડ્રાઇવર, પટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાઓ ભરવા નિમણુંક આપવા અંગેની સરકારશ્રી તરફથી બહાર પડવામાં આવતી જાહેરાતો મુજબની કાર્યવાહીકરીપસંદગી કરી પસંદગી મુજબના ઉમેદવારોને નિમણુંક આપવામાં આવે છે.
તેમજ પગાર ધોરણ ૪૦૦૦-૧૦૦-૬૦૦૦ સુધીની અમુક જગ્યાઓની ભરતી સરકારશ્રીની મંજુરી સચિવશ્રી, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા જાહેરાત મુજબની કાર્યવાહી કરી પસંદગી યાદી મુજબ નિમણુંક કરવામાં આવે છે.
ભરતીની માહિતીઃ-
જુદા જુદા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીની કાર્યવાહી કે જે પગાર ધોરણ ૪૦૦૦-૧૦૦-૬૦૦૦ હોય તેવી ભરવાપાત્ર જગ્યાઓ અંગે સરકારશ્રીમાંથી મંજુરી મેળવી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા ભરતી કાર્યવાહી હાથ ધરાય છે. અને ભરતામાં પસંદગી યાદી તૈયાર કરી બહાલી મેળવી પ્રસિધ્ધ કરવામાં આવે છે. ભરતી અંગેની જાહેરાતો વર્તમાનપત્રોમાં તથા પસંદગી યાદીની વિગતો નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવે છે.
બદલીઃ-
જિલ્લા/તાલુકાની કચેરીઓમાં સરકારશ્રીના વખતો વખતના ઠરાવો/પરિપત્રો ધ્યાનમાં લઇ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર ક્લાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સપેક્ટર, તલાટી કમ મંત્રીશ્રી, જુનીયર ક્લાર્ક, ડ્રાઇવર, પટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની વહીવટી સરળાથી/માંગણીથી કે ફરીયાદ હોવાના કારણોસર બદલીની કાર્યવાહી કરવામાં આવે છે.
તાલીમઃ-
જિલ્લા/તાલુકાની કચેરીઓમાં સરકારશ્રીના વખતો વખતના ઠરાવો/પરિપત્રો ધ્યાનમાં લઇ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર ક્લાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સપેક્ટર, તલાટી કમ મંત્રી, જુનીયર ક્લાર્ક, ડ્રાઇવર, પટાવાળા, સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની સરાકરશ્રી તરફથી વખતો વખત રજુ થતા કાર્યક્રમો અનુસાર તાલીમની કાર્યવાહી કરવામાં આવે છે.
કર્મચારીઓની નિવૃત્તિઃ-
સરકારશ્રીના નિયમો મુજબ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર ક્લાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી(પંચાયત), સર્કલ ઇન્સપેક્ટર, તલાટી કમ મંત્રી, જુનીયર ક્લાર્ક, ડ્રાઇવર, પટાવાળા સંવર્ગની વર્ગ-૩ ના કર્મચારીઓની વય મર્યાદા ૫૮ વર્ષ અને વર્ગ-૪ ના કર્મચારીઓની વય મર્યાદા ૬૦ વર્ષ મુજબ કર્મચારીઓને વય નિવૃત કરવાના હુકમો કરવામાં આવે છે. તેમજ કોઇ કર્મચારી સ્વૈ.નિવૃત થવા ઇચ્છતા હોય તો તેઓને નિયમોનુસાર કાર્યવાહી કરી સ્વૈ.નિવૃત કરવાની કામગીરી પણ આ શાખા દ્વારા કરવામાં આવે છે.