×

પ્રસ્તાવના

ગુજરાત રાજયની સ્‍થાપના ૧લી મે ૧૯૬૦ના રોજ થઇ જેને પચાસ વર્ષ પુરા થતાં ૨૦૧૦નું વર્ષ સ્‍વર્ણીમ વર્ષ તરીકે ઉજવાઇ રહેલ છે. ગુજરાતમાં પંચાયતીરાજ ૧ લી એપ્રિલ-૧૯૬૩ના રોજ અમલમાં આવેલ છે. ગુજરાત પંચાયત અધિનિયમ!-૧૯૬૧ મુજબ ત્રિસ્‍તરીય પંચાયતની વ્‍યવસ્‍થામાં વહીવટી માર્ગદર્શન માટે ભારતના બંધારણમાં ૭૩મો સુધારો પંચાયતીરાજ અંગે થતાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ અમલમાં આવ્‍યો. અને તેમાં ત્રિસ્‍તરીય પંચાયતને માટે દીશા સૂચનો અને નિયમો નકકી કરવામાં આવ્‍યા. ગુજરાતમાં ગ્રામ/તાલુકા અને જિલ્‍લા પંચાયતોમાં સદસ્‍યશ્રીઓની ચૂંટણી વ્‍યવસ્‍થા રાજય ચૂંટણીપંચને સોંપવામાં આવેલ છે. પંચાયતીરાજના ત્રિસ્‍તરીય માળખાનો વહીવટ સુમેરે ચાલે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં આવી. આવી યોજનાઓનો વહીવટ ગ્રામકક્ષાએ થાય તે માટે પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ધ્‍વારા રાજયનો અને દેશનો વિકાસ કરવા ભાર મૂકયો છે.