ગાંધીનગર જિલ્લામાં જન્મદર, બાળમૃત્યુદર, માતા મૃત્યુદર અને અન્ય રોગોથી થતાં મૃત્યુ ઘટાડવા સુગ્રથિત, ગુણવત્તાસભર સેવાઓ ‘‘ડિસ્ટ્રીકટ હેલ્થ મિશન’’ ગાંધીનગર અંતર્ગત જિલ્લાના છેવાડાના માનવી સુધી પુરી પાડવામાં આવે છે. સર્વે પદાધિકારીશ્રીઓ, અધિકારી તથા કર્મચારીગણના અથાગ પરિશ્રમના પરિપાક રૂપે જિલ્લો આરોગ્યક્ષેત્રે કટુંબ કલ્યાણ કામગીરી, ક્ષય નિયંત્રણ, મેલેરીયા નિયંત્રણ, શાળા આરોગ્ય સેવાઓ તથા પ્રચાર પ્રસારની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્યકક્ષાએથી એકથી વધુ વાર સન્માનિત થયેલ છે.
વર્ષ | શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત અધિકારીઓની વિગત | |
---|---|---|
૨૦૦૮-૨૦૦૯ | સુશ્રી અવન્તિકા સિંધ ઔલખ (I.A.S.) | કુટુંબ કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ આયામો સિદ્ધ કરનાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રેષ્ઠ ક્ષય નિવારણ કાર્યક્રમ તૃતીય સ્થાન આરોગ્ય શિક્ષણની પ્રચાર પ્રસારની શ્રેષ્ઠ કામગીરી |
ડૉ. દિનકર રાવલ | ||
સુશ્રી ચેતનાબેન પટેલ | ||
૨૦૦૭-૨૦૦૮ | શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા | માન. મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા માન. પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત ગાંધીનગર કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જિલ્લા ક્ષય અધિકારીશ્રી, ગાંધીનગરને ક્ષય નિયંત્રણ કાર્યક્રમની શ્રેષ્ઠત્તમ કામગીરી માટે સન્માનિત |
શ્રી સંજીવ કુમાર (I.A.S.) | ||
શ્રી એન. આર.પંડયા (I.A.S.) | ||
ડૉ. દિનકર રાવલ | ||
ડૉ. સતીષ મકવાણા | ||
૨૦૦૬-૨૦૦૭ | સુશ્રી મમતા દત્તાણી | શ્રેષ્ઠ જિલ્લા મેલેરિયા અધિકારી શ્રેષ્ઠ શાળા આરોગ્ય કાર્યક્રમ શ્રેષ્ઠ રોગી કલ્યાણ સમિતિ, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર |
ડૉ. દિનકર રાવલ | ||
ડૉ. નિશીથ ધોળકીયા | ||
૨૦૦૫-૨૦૦૬ | ડૉ. દિનકર રાવલ | શ્રેષ્ઠ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી |
સ્ત્રીભૃણ હત્યા જેવી સાંપ્રત સમસ્યા માટે સહિયારા પ્રયાસો જરૂરી છે. સઘળી બાબતોને જન સામાન્ય સુધી પહોંચાડવા આપ સર્વે હિતધારકોના યોગદાનની અપેક્ષા છે. ચાલો મિશનની ધ્યેય સિદ્ધિ સારૂ, ‘‘સ્વાસ્થ્ય માટે સૌ સાથે’’ નો સંકલ્પ કરીએ.
પુરસ્કારની માહિતી