×

સંબંધિત યોજનાઓઃ

યોજનાનું નામ મુંબઇનો જમીન મહેસુલ કાયદાની કલમ ૬૫,૬૬,૬૭
યોજના કયારે શરુ થઇ ?

મુંબઇ જમીન મહેસુલ કાયદો ૧૯૭૯ માં અમલમાં આવેલ છે.

યોજનાનો હેતુ

૧. ખાનગી માલિકીની જમીનો બીન ખેતી વિષયક ઉપયોગ કરવા અંગે જમીન મહેસુલ કાયદા કલમ ૬૫ હેઠળ માગણી અન્વયે બિનખેતીની મંજુરી આપવામાં આવે છે.

૨. વગર પરવાનગીએ કરેલ બીનખેતીનું કૃત્‍ય કરવા બદલ કલમ -૬૬ હેઠળની કાર્યવાહી હાથ ધરી જરુરી દંડ કરવાની અને બિનપરવનગી ક્રુત્ય દૂર કરવાની જોગવાઇ કરેલ છે.

૩. આ ઉપરાંત જમીન મહેસુલની કલમ-૬૫ હેઠળના નિયમો અન્વયે નિશ્ચિત સમયમાં બાંધકામ પૂર્ણનહી કરતાં અથવા તો હુકમ પરત્‍વેની શરતોનું પાલન નહી કરતા. જ. મ. કાયદાની કલમ -૬૭ હેઠળ ઘટિત શિક્ષાત્‍મક કાર્યવાહી હાથ ધરી જરૂરી આદેશો કરવામાં આવે છે.

યોજના વિશે (માહિતી)

ગાંધીનગર જિલ્‍લાના જિલ્‍લા પંચાયત હેઠળના કાર્યક્ષેત્રમાં આવતા ગ્રામ્‍ય વિસ્‍તારોના જમીનો માટે અત્રેની કચેરીને અધિકાર પહોંચે છે.

યોજનાનો લાભ મળી શકે અને તેના માટે કોને મળવું તે દર્શાવો.

ખાનગી માલિકીની જમીનના કબ્‍જેદારોને આ યોજનાનો લાભ મળી શકે અને તેના માટે સચિવશ્રી અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી જિલ્‍લા પંચાયત ગાંધીનગરને મળવું.

યોજનાના લાભાર્થી માટેની લાયકાત  ખાનગી માલિકીની જમીનમાં કબ્‍જેદાર તરીકે જમીનના માલીકીપણાના છેલ્લા ગામ નમૂના નં ૭X ૧૨, ૮-અ અને ગામન.નં. ૬ની નોંધમા નામ  હોવું જરૂરી છે. માગણીદાર પોતે જમીન માલીક અને કબ્‍જેદાર હોવો જરૂરી છે.