×

સમરસ ગ્રામ યોજના

રાજયની ચૂંટણીઓમાં ૫ક્ષ અને પ્રતિક હોય છે ૫રંતુ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ૫ક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્‍વનાં કારણો રહેલાં છે. આર્ય સંસ્‍કૃતિની એ આગવી ૫રં૫રા રહી છે, ગામનું મૂળ અસ્‍િતત્‍વ, એનું અસલ૫ણું, એના પ્રસંગો, રૂઢ‍િઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો- જ્ઞાતિઓ વાર તહેવારે થતાં ઉત્‍સવોમાં ભાગ લે છે અને કૌટુંબિક ભાવના જાળવી રહ્યા છે. એમની આ વિશિષ્‍ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આ૫ણી આ પાયાની ચૂંટણીમાં ૫ક્ષીય ધોરણ રાખ્‍યું નથી.

  • દેશની માટી દેશના જળ, હવા દેશની દેશના ફળ,
  • સરસ બને, પ્રભુ સરસ બને.
  • દેશના ઘર અને દેશના ઘાટ, દેશના વન અને દેશની વાટ
  • સરળ બને, પ્રભુ સરળ બને
  • આ રકમનો મેચીંગ ગ્રાન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
  • અત્યારસુધીમાં ૬ તબક્કામાં કુલ ૩,૭૯૪ ગ્રામ પંચાયતો સમરસ બનેલ છે.
  • પ્રોત્સાહક અનુદાન પેટે રૂ. ૨,૩૦૬.૪૦ લાખની માતબર રકમ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.
  • આપણી આ પાયાની સંસ્થાની ચૂંટણીમાં પક્ષીય ધોરણ રાખ્યું નથી. ગામડામાં વેરઝેર, કાવાદાવા,વૈમનસ્ય ઉભા ન થાય તેવી ભાવના ઉજાગર કરતી યોજના. ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામપંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે.
  • જેમાં અનેક વ્યક્તિઓ પોતાનો હક્ક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂપ આચરણ કરી ગામનું ભલુ કરવાના ઉચ્ચ હેતુ માટે ઉમદા અભિગમ અપનાવે છે.
  • હાલમાં સાંપ્રત વાતવરણમાં કંઇક મેળવવાને બદલે ત્યાગની ભાવના ઉજાગર બને છે. એટલે કે, વાદ નહિ પરંતુ સંવાદ દ્વ્રારા સામૂહિક નિર્ણય કરવામાં આવે છે. ગ્રામપંચાયતોની ચૂંટણીઓ દિનપ્રતિદિન ખૂબ જ ખર્ચાળ થતી જાય છે,અને ગ્રામ્ય જીવનમાં મતભેદોનું વાતાવરણ વધારે છે.
  • આવા સંજોગોમાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓ વ્યાપક સમજૂતીથી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય, જેથી સ્થાનિક પ્રજા,ગામના વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે જરૂરી છે.
  • બિનહરીફ ચૂંટાય તેવી ગ્રામપંચાયતોને અગાઉ અપાતા રૂ. એક હજાર અને રૂ. બે હજાર(તા. ૩/૧૦/૧૯૯૬ થી) ની જગ્યાએ પ્રજાજીવનને સંવાદી બનાવવાના શુભ આશયથી રાજ્ય સરકારે માહે ઓક્ટોમ્બર-૨૦૦૧ થી આવી ગ્રામપંચાયતોને સબળ પ્રોત્સાહન આપવા માટે રૂ. એક લાખ સુધીનું માતબર અનુદાન આપવાનું નક્કી કરેલ તથા તા. ૨૯/૧૧/૨૦૧૧ ના ગુ.સ.ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવથી નીચે પ્રમાણે પ્રોત્સાહક અનુદાન આપવાનું ઠરાવવામાં આવે છે.
  • ક્રમ વસ્તીના ધોરણ મુજબ સમરસ જાહેર થતી ગ્રામ પંચાયત સામાન્ય એટલે કે જે ગ્રામ પંચાયતમાં પુરૂષ અને મહિલા એમ બન્ને લીંગના સભ્યો હોય તેવી સમરસ ગ્રામ પંચાયતને સુધારેલ ધોરણ મુજબ મળવાપાત્ર પ્રોત્સાહક અનુદાનની રકમ રૂ. લાખમાં મહિલા સમરસ ગ્રામ પંચાયત એટલે કે સરપંચ સહિતની ગ્રામ પંચાયતની તમામ સભ્યો મહિલા હોય તેવી ગ્રામ પંચાયતને સુધારેલ ધોરણ મુજબ મળવાપાત્ર પ્રોત્સાહક અનુદાનની રકમ રૂ. લાખમાં

    ૫૦૦૦ સુધીની વસ્તી ધરવતા ગામની ગ્રામ પંચાયત પહેલી વખત બિનહરીફ ચૂંટાયેલ જાહેર થઈ સમરસ બને તો

    રૂ. ૨.૦૦ લાખ

    રૂ. ૩.૦૦ લાખ

    ૫૦૦૧ થી ૧૫૦૦૦ સુધીની વસ્તીવાળી ગ્રામ પંચાયત પહેલી વખત બિનહરીફ ચૂંટાયેલ જાહેર થઈ સમરસ બને તો

    રૂ. ૩.૦૦ લાખ

    રૂ. ૫.૦૦ લાખ

  • અનુદાન યોજના જે સમરસ ગામ યોજના છે. સને ૨૦૦૧ માં સમરસ ગ્રામ યોજના જાહેર થયા બાદ આજ દિન સુધીમાં ગાંધીનગર જિલ્લામાં ૨૦૫ ગ્રામ પંચાયતો સમરસ થયેલ છે. જે સમરસ થયેલ ગ્રામ પંચાયતોને રૂ. ૭,૦૨,૯૭,૫૦૦/- નું અનુદાન આપેલ છે.
  • તદઉપરાંત રાજ્ય સરકારશ્રીના ગ્રામભિમુખ અભિગમના ભાગરૂપે, ટેકનિકલ કારણોસર જે ગ્રામપંચાયતોને સમરસ યોજનાનો લાભ મળેલ ન હતો, તેવી ૧૨૧ ગ્રામપંચાયતોને પણ સમરસ જાહેર કરી રૂ. ૭૪.૨૦ લાખનું અનુદાન આપવામાં આવેલ છે. આમ કુલ ૩૯૧૫ ગ્રામપંચાયતો, સમરસ ગ્રામપંચાયતો જાહેર થયેલી છે.
  • આ તમામ સમરસ ગ્રામપંચાયતોમાં ગ્રામના વિકાસ માટે અન્ય યોજનાઓના અને ગ્રામપંચાયતના પોતાના ભંડોળ ઉપરાંત સમરસ ગ્રામ યોજના હેઠળ મળેલ અનુદાનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે.

૫રિવર્તનનો ૫વન ફૂંકાય અને પંચાયતમાં ૫ગ મૂકતાં જ આ૫ણે હરખાઇ ઉઠીએ આ૫ણાં તન-મન પ્રફુલ્‍લ‍િત થઇ જાય એવા પ્રતિનિઘિઓ જોવા મળે એવું વાતાવરણ સર્જાય, પાંચ વર્ષ માટે ગામની વિકાસ પ્રવૃતિને નવો ઓ૫ આપે એવા નિષ્‍ઠાવાન, કર્મઠ, નમ્ર, વિવેકી, ગતિશીલ, સૌને સાથે રાખીને ચાલવાવાળા સરપંચને જોવા, અનુભવવા ગુજરાતના ૫ચ્‍ચીસ જીલ્‍લાઓના ગામલોકોની આતુરતાનો અંત સંભવ છે.

  • ગ્રામપંચાયતોની ચૂંટણીઓ ગામલોકોની સર્વસંમતિથી થાય એ જરૂરી છે. આને કારણે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્‍સાહભેર ભાગ લે અને સુમેળભર્યુ વાતાવરણ પેદા થાય. આ માટે રાજય સરકાર કટિબદ્ઘ છે. એટલા માટે જ સર્વસંમતિથી રચાતી ગ્રામપંચાયતો માટે પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં નોંધપાત્ર વધારો કરી સન ૨૦૦૧ માં સરકારે ''સમરસ ગામ યોજના'' દાખલ કરી.
  • પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા, આ રીતે સર્વસંમતિથી ચૂંટણી ગ્રામપંચાયતને નીચે પ્રમાણે પ્રોત્‍સાહક અનુદાન આપવાની જોગવાઇ થઇ છે.
  • ૧ ૫૦૦૦ સુધીની વસ્‍તી ધરાવતી ગ્રામપંચાયતને રૂ. ૬૦,૦૦૦/- (સાઇઠ હજાર)

    ૨ ગ્રામ પંચાયતને રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ)

    સમરસ ગ્રામપંચાયત નો એવોર્ડ પણ આવી ગ્રામપંચાયતોને એનાયત કરવામાં આવે છે.

  • સમરસ ગ્રામપંચાયતને જે રકમ અનુદાન પેટે મળે છે તેમાંથી ગામમાં ખૂટતી સગવડો ઉભી કરવામાં આવે છે. જીલ્‍લા આયોજન મંડળ વગેરે તરફથી ૫ણ નાણાંકીય જોગવાઇ ઉ૫લબ્‍ઘ છે. તેમાંથી વિકાસના કામો માટે પ્રાથમિકતા આ૫વાની હોય છે. આ રકમનો ઉ૫યોગ ગામના સ્‍થાનિક રહીશોની ગ્રામસભા નકકી કરે છે.
  • અત્‍યાર સુધીમાં મળેલ આવી પ્રોત્‍સાહક અનુદાનની રકમનો ઉ૫યોગ સામાન્‍ય રીતે અગિયારમા નાણાંપંચની મેચિંગ ગ્રાન્‍ટ તરીકે કરવામાં આવ્‍યો છે.
  • પ્રોત્‍સાહક અનુદાનનો ઉ૫યોગ ગામના સામૂહિક વિકાસના કામો કરવામાં થાય છે, જેમ કે પીવાના શુદ્ઘ પાણીની યોજના, આંતરીક એપ્રોચ રસ્‍તાઓ, સ્‍ટ્રીટ લાઇટની સુવિધા, પ્રાથમિક શાળાના ઓરડાઓ, પ્રા‍થમિક સારવાર કેન્‍દ્રોની વ્‍યવસ્‍થા, જળસંચય યોજના, જાહેર શૌચાલયના અને દૂ‍ષ‍િત પાણીના નિકાલની યોજના કે પ્રાથમિક સુવિધા... વગેરેમાં કરવાનો છે. આ ઉ૫રાંત જયાં પાણીની કાયમી તંગી વરતાતી હોય ત્‍યાં વોટર રિચાર્જની વ્‍યવસ્‍થા કરવાની, તળાવો ઉંડા કરવાના તથા બનાવવાના, કૂવા ખોદાવવાના તથા નદીનાળાં ૫ર આડબંધો બાંધી પાણીની સુવિધાઓ ઉભી કરવાની હોય છે.
  • ખેડા જીલ્‍લાના ઠાસરા તાલુકાની વિંઝોલ સમરસ ગ્રામપંચાયત - જેના સરપંચશ્રી તથા અન્‍ય તમામ સભ્‍યો મહિલાઓ છે.
  • નવસારી જીલ્‍લાના જલાલપુર તાલુકાની દાંડી ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલ જે ગેટ વે ઓફ ફ્રિડમ તરીકે ઓળખાય છે.
  • આણંદ જીલ્‍લામાં પેટલાદ તાલુકાની થામણા સમરસ ગ્રામપંચાયતમાં પીવાનું શુદ્ઘ પાણી આર.ઓ.પ્‍લાન્‍ટ દ્વારા સમગ્ર ગામમાં પૂરૂ પાડવામાં આવે છે. અને ૯૦ ટકા સુધી સેનીટેશનનાં કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ સમરસ ગામના સરપંચશ્રીને રાષ્‍ટ્ર૫તિશ્રીના હસ્‍તે એવોર્ડ મળેલ છે.
  • શાળાના, આંગણવાડીના, પીવાના પાણીના, વગેરે કામો કરવા માટે કાર્યરત માણસોને કેટલાંક સમરસ ગામોમાં પસંદ કર્યાના પ્રસંગો - દાખલાઓ બન્‍યા છે.

  • તાજેતરમાં માહે જૂન-૨૦૦૬ માં ૪૫ ગ્રામપંચાયતોની થયેલી ચૂંટણીમાં ૨૨ ગ્રામપંચાયતો સમરસ ગ્રામપંચાયત બનેલ છે.
  • પરસ્‍પર સંવાદથી વિધેયાત્‍મક પરિણામો પ્રાપ્‍ત થાય છે અને સાચોસાચ સદભાવના પણ બની રહે છે. ચાલો આપણે સૌ જીવનના તમામ વ્‍યવહારમાં સમરસતાની ભાવના વિકસાવીએ. રાજ્યનું દરેક ગામ સમરસ ગામ બને તેવા પ્રયાસો કરીએ.