×

યોજનાઓ

અ.નં યોજના નુ નામ શ્રી પરિક્ષિતલાલ મજમુદાર પૂર્વ એસ.એસ.સી. શિષ્યવૃતિ
યોજના ક્યારે શરૂ થઇ સને-૧૯૯૨-૯૩
યોજનાનો હેતુ અનુ.જાતિઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે સહાયભુત થવા
યોજના વિશે (માહિતી) સરકારી તથા ખાનગી શાળાઓમાં ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસા કરતા અનુ.જાતિના બાળકોને નીચેના દરે શિષ્યવૃતિ આપવામા આવે છે.
ધો-૧ થી ૮ ના વિદ્યાર્થીઓને રૂ!. ૫૦૦/- વાર્ષિક
ધો-૯ થી ૧૦ ના વિદ્યાર્થીઓને રૂ!. ૭૫૦/-
ધો-૧ થી ૫ કન્યાઓને રૂ!. ૫૦૦/- અને ૬ થી ૧૦ ની કન્યાઓને રૂ!. ૭૫૦/-
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુ તે વિગત દર્શાવો. અનુ.જાતિના ધોરણ-૧ થી ૧૦માં ભણતા તમામ અનુ.જાતિના બાળકોને આ યોજનાનો લાભ મળે છે તે માટે સરકારી/ખાનગી પ્રથમિક/માધ્યમિક શાળઓ દ્રારા શિષ્યવૃતિની દરખાસ્ત જિ.સ.ક.અધિકારીની કચેરીમા રજુ કરવામા આવે છે અને ચકાસણી કરી મંજુર કરવામા આવે છે.
યોજનાના લાભાર્થી માટે લાયકાત ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુ.જાતિ વિદ્યાર્થી ભાઇઓ/બહેનો ને
અ.નં યોજનાનુ નામ મુનિ મેતરાજ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને પૂર્વ એસ.એસ.સી શિષ્યવૃતિ (સી.એસ.પી)
યોજના ક્યારે શરૂ થઇ સને-૧૯૭૬-૭૭
યોજનાનો હેતુ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને વિશેષ શિષ્યવૃતિનો લાભ આપીને તેઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા.
યોજના વિશે (માહિતી) અસ્વચ્છ વ્યવસાયમા રોકાયેલા જેવા કે, શેરી સફાઇ,મૃત પશુ ખેંચવું, મેલુ સાફ કરવુ વગેરેમા રોકાયેલા વાલીના બાળકોમાં શિક્ષણ પ્રત્યે અભિરૂચિ જાગે તે હેતુથી કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ નીચે મુજબ શિષ્યવૃતિ આપવામાં આવે છે.

ડેસ્કોલર
હોસ્ટેલર
ધો-૧ થી રૂ. ૧૧૦/- માસિક ધો-૩ થી ૧૦ રૂ. ૧૧૦/- માસિક
ઉપરાંત હોસ્ટેલરને રૂ.૧૦૦૦/- અને ડેસ્કોલરને રૂ.૭૫૦/- એડહોક અપવામાં આવે છે.
યોજનાના લાભાર્થી માટે લાયકાત આ યોજનામા આવક મર્યાદા નથી
બીસીકે-૪ ધોરણ-૧ થી ૧૦ અસ્વચ્છ વ્યવસાય સાથે સંકળાયેલ વાલીઓના બાળકોને શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
અ.ન યોજના નુ નામ અનુ.જાતિ પૈકી વાલ્મીકી,હાડી,નાડીયા,સેનવા,તુરી,ગરો,વણકર સાધુ,માંગ,માતંગ વગેરે અતિપછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃતિ
યોજના ક્યારે શરૂ થઇ સને-૧૯૭૪-૭૫
યોજનાનો હેતુ અનુ.જાતિઓ પૈકી ઉપર દર્શાવેલ અતિપછાત જાતિઓના બાળકો શાળાએ નિયમિત જતા થાય તે હેતુથી તેઓના શૈક્ષણિક વિકાસ માટે ખાસ શિષ્યવૃતિ આપવામાં આવે છે.
યોજના વિશે (માહિતી) આ યોજના ઉક્ત જાતિના ધો-૧ થી ૧૦ માં ભણતા બાળકોને નીચે મુજબ શિષ્યવૃતિ ચુકવવામા આવે છે
-ધોરણ-૧ થી ૮ કુમાર/કન્યાને રૂ.૭૫૦/- વાર્ષિક
-ધોરણ-૯ થી ૧૦ કુમાર/કન્યાને રૂ.૧૦૦૦/- વાર્ષિક(વાર્ષિક બે લાખથી વધુ આવક ધરાવનારને)
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુ તે વિગત દર્શાવો. અનુ.જાતિ પૈકી અતિપછાત જાતિના ધોરણ-૧ થી ૧૦ માં ભણતા તમામ બાળકોને લાભ મળે છે. તે માટે જે તે પ્રાથમિક /માધ્યમિક શાળાઓ દ્રારા શિષ્યવૃતિના પત્રકો જિલ્લા સ.ક.અ.કચેરીમા મળે છે. જે આ કચેરી તરફથી મંજુર થાય છે.
યોજનાના લાભાર્થી માટે લાયકાત શાળામાં ઓછા મા ઓછી ૭૦ ટકા હાજરી જરૂરી છે. આવક મર્યાદા નથી.
બીસીકે – ૧૭ ધોરણ -૧ થી ૧૦ અતિપછાત જાતિના કુમાર/કન્યા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
અ.ન યોજના નુ નામ ધોરણ- ૧ થી ૭ માં અભ્યાસ કરતા બાળકોને બે જોડ ગણવેશ
યોજના ક્યારે શરૂ થઇ સને-૧૯૭૪-૭૫
યોજનાનો હેતુ -પ્રાથમિક શિક્ષણમાં પ્રોત્સાહન પુરુ પાડવું
- સાક્ષરતાનું પ્રમાણ વધારવું
- ડ્રોપાઉટ રેટ ઘટાડવો
યોજના વિશે (માહિતી) અનુ.જાતિઓ પૈકી ગરીબી રેખા હેઠળ જીવતા વાલીના ધોરણ ૧ થી ૮ સરકારી/ગાન્ટ ઇન એઇડમાં રૂ. ૩૦૦/- વિદ્યાર્થી દીઠ રોકડા બે જોડ ગણવેશ પેટે મંજુર કરવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુ તે વિગત દર્શાવો. પ્રાથમિક શાળાઓ દ્રારા ઉક્ત યોજના હેઠળના લાભાર્થી બાળકોના નિયત પત્રકો તૈયાર કરીને જિલ્લા સ.ક.અ, કચેરીને મોકલવામાં આવે છે અને અત્રેથી મંજુર થાય છે.
યોજનાના લાભાર્થી માટે લાયકાત સરકારી/ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમા અભ્યાસ કરતા ધો-૧ થી ૮ ના બાળકોને ગણવેશ સહાય મળવાપાત્ર છે.

ખેતીની જમીન ખરીદવા નાણાંકીય સહાય.

અ.ન યોજના નુ નામ ખેતીની જમીન ખરીદવા નાણાકીય સહાય
યોજના ક્યારે શરૂ થઇ સને-૧૯૯૭-૯૮
યોજનાનો હેતુ અનુ.જાતિના ખેડુતો/ખેતમજુરોને ખેતીની જમીન ખરીદવા સહાય કરવાનો છે.
યોજના વિશે (માહિતી) અનુ.જાતિના જમીન વિહોણા ખેડુતો/ખેતમજુરોને ખેતીની જમીન ખરીદવા માટે વધુમાં વધુ બે એકર સુધી જમીન ખરીદવા ૧૦૦૦૦૦(એક લાખ) સુધી સહાય આપવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુ તે વિગત દર્શાવો. તાલુકા નિરીક્ષકો/જિલ્લા સ.ક.અ., કચેરીમા નિયત નમુનામાં અરજી કરેથી મંજુર કરવામા આવે છે.
યોજનાના લાભાર્થી માટે લાયકાત ગરીબી રેખા હેઠળના લાભાર્થીને જ મળવાપાત્ર છે
ખેતીની જમીન ખરીદવા નાણાકીયા સહાય.

ર્ડા. બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના

અ.ન યોજના નુ નામ ડૉ.બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના
યોજના ક્યારે શરૂ થઇ સને-૧૯૮૦-૮૧ થી
યોજનાનો હેતુ ઘર વિહોણા અનુ,જાતિના લોકોને રહેવા લાયક હવા ઉજાશવાળા આવાસ પુરા પાડવા
યોજના વિશે (માહિતી) અનુ.જાતિના ઘર વિહોણા કાચા મકાન ધરાવતા લોકો કે જેઓ ગ્રામ્ય માટે ૪૭૦૦૦/- અને શહેર માટે ૬૮૦૦૦/- થી ઓછી વાર્ષિક આવક ધરાવે છે. તેઓને વ્યક્તિગત ધોરણે રૂ.૭૦૦૦૦/- સુધીની આવાસ સહાય આપવામાં આવે છે. મકાનની ટોચ કિંમત ગ્રામ્ય વિસ્તાર રૂ. ૧,૦૦,૦૦૦/- ની છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુ તે વિગત દર્શાવો. તાલુકા સમાજ કલ્યાણ નિરીક્ષક તથા જિલ્લા સ.ક.અ. કચેરીમાં સંપર્ક કરવાથી સહાય મળે છે.
યોજનાના લાભાર્થી માટે લાયકાત અનુ.જાતિના ઘર વિહોણા કે કાચુ માટી વાળુ રહેવા લાયક ના હોય તેવુ રહેઠાણ ધરાવતા અને જેની વાર્ષિક આવક ગ્રામ્ય માટે રૂ!. ૪૭૦૦૦ અને શહેરી માટે રૂ!. ૬૮૦૦૦ થી ઓછી છે તેમને સહાય મળવાપાત્ર છે.
અ.ન યોજના નુ નામ અનુ.જાતિની કન્યાઓને કુંવરબાઇના મામેરા નાણાંકીય સહાય
યોજના ક્યારે શરૂ થઇ સને- ૧૯૯૫-૯૬ થી
યોજનાનો હેતુ અનુ.જાતિના લોકોને દીકરીના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા.
યોજના વિશે (માહિતી) અનુ.જાતિની કન્યાના લગ્ન પ્રસંગે કન્યા નામે રૂ. ૧૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુ તે વિગત દર્શાવો. તાલુકા નિરીક્ષક તથા જિલ્લા સ.ક.અ. કચેરીનો સંપર્ક કરવાથી સહાય મળે છે.
યોજનાના લાભાર્થી માટે લાયકાત કન્યાના વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૪૭૦૦૦/- છે તથા પુખ્ત વયની બે કન્યાને લાભ મળવાપાત્ર છે.
બીસીકે-૫૫ કુંવરબાઇનું મામેરૂ નિયમોનુસાર લગ્નવય ધરાવનારને લગ્ન પ્રસંગે સહાય મળે છે.

બી.સી.કે.-૬ સરસ્વતી સાધના યોજના

અ.ન યોજના નુ નામ બી.સી.કે-૬ સરસ્વતી સાધના યોજના
યોજના ક્યારે શરૂ થઇ ત.૨૫/૨/૨૦૦૪
યોજનાનો હેતુ કન્યા કેળવણીનું પ્રમાણ વધે. માતા પિતા કન્યાઓના શિક્ષણ માટે વધુ પ્રેરાય.
યોજના વિશે (માહિતી) ધોરણ-૯ માં અભ્યાસ કરતી (અનુ.જાતિ) ની કન્યાઓને આ યોજનાનો લાભ મળી શકે. સાયકલ આપવામાં આવે છે. આવકા મર્યાદા રૂ.૪૭૦૦૦/- છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુ તે વિગત દર્શાવો. અનુ,જાતિની ધો-૯ માં પ્રવેશ મેળવનાર કન્યાને લાભ મળે છે. જે તે હાઇસ્કુલ માંથી દરખાસ્ત કરાવવી તથા સમાજ કલ્યાણ શાખાનો સંપર્ક કરવો.
યોજનાના લાભાર્થી માટે લાયકાત ૪૭૦૦૦/- થી ઓછી વાર્ષિક આવક ધરાવતા વાલીની ધોરણ ૯ માં પ્રવેશ મેળવનાર અનુ.જાતિની કન્યાને સાયકલ સહાય મળવાપાત્ર છે.

બી.સી.કે-૬૨ (અંત્યેષ્ઠિ – મરણોત્તર ક્રિયા)

અ.ન યોજના નુ નામ બી.સી.કે-૬૨ (અંત્યેષ્ઠિ – મરણોત્તર ક્રિયા)
યોજના ક્યારે શરૂ થઇ તા.૧૦/૧૧/૨૦૦૦
યોજનાનો હેતુ અનુ.જાતિના લોકોને મરણોત્તર ક્રિયા માટે સહાયરૂપ થવા માટે .
યોજના વિશે (માહિતી) અરજદાર લાભાર્થીએ તેમના કુટુંબની વ્યક્તિના મરણ પ્રસંગે તેના ગ્રામ્ય વિસ્તારના તલાટી-કમ-મંત્રી તેમજ શહેરી વિસ્તારમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીનું મરણ અંગેનુ પ્રમાણપત્ર દાખલો રજુ કરવો આવક મર્યાદા ૪૭૦૦૦/- હોય તેમને.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુ તે વિગત દર્શાવો. અનુ.જાતિના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને કુટુંબના સભ્યોના મરણ પ્રસંગે તેમની અંત્યેષ્ઠિ મરણોત્તર ક્રિયા માટે રૂ. ૫૦૦૦/- ની નાણાકીય સહાય આપવામા આવે છે. તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી. (અ.જા) તથા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, ગાંધીનગર
યોજનાના લાભાર્થી માટે લાયકાત અનુ.જાતિના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને તેમના કુટુંબના સભ્યોની વાર્ષિક આવક રૂ. ૪૭૦૦૦/- થી ઓછી હોય તેમને મળી શકે.(મરણ પછી ૬ માસ સુધીમાં સહાય માટે અરજી કરવી)
બીસીકે-૬૨(અંત્યેષ્ઠિ – મરણોત્તર ક્રિયા)

બી.સી.કે-(ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે કેંદ્ર પુરસ્કૃત પ્રિમેટ્રીક શિષ્યવૃતિ યોજના)

અ.ન યોજના નુ નામ બી.સી.કે-(ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે કેંદ્ર પુરસ્કૃત પ્રિમેટ્રીક શિષ્યવૃતિ યોજના)
યોજના ક્યારે શરૂ થઇ તા.૧/૭/૨૦૧૨  
યોજનાનો હેતુ અનુ.જાતિના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તથા પોસ્ટ મેટ્રીક સ્તરે પ્રગતિની તકો વધારવા.
યોજના વિશે (માહિતી) અનુ.જાતિના ધોરણ-૯ થી ૧૦મા ભણતા તમામ અનુ.જાતિના બાળકોને આ યોજનાનો લાભ મળે છે. આવક મર્યાદા ૨૦૦૦૦૦/- હોય તેમને .કેંદ્ર પુરસ્કૃત યોજના હોય છે.
વિગત ડેસ્કોલર હોસ્ટેલર
શિષ્યવૃતિ પ્રતિ માસ(૧૦ માસ માટે ૧૫૦/- ૩૫૦/-
બુક્સ અને એડહોક ગ્રાન્ટ (વાર્ષિક) ૭૫૦/- ૧૦૦૦/-
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુ તે વિગત દર્શાવો. અનુ.જાતિના ધોરણ-૯ થી ૧૦ માં ભણતા તમામ અનુ જાતિના બાળકોને આ યોજનાનો લાભ મળે છે તે માટે માધ્યમિક શાળાઓ દ્રારા શિષ્યવૃતિની દરખાસ્ત જિ.સ.ક.અધિકારીની કચેરીમાં રજુ કરવામાં આવે છે.
યોજનાના લાભાર્થી માટે લાયકાત અનુ.જાતિના ધોરણ – ૯ થી ૧૦ માં ભણતા તમામ અનુ જાતિના બાળકોને આ યોજનાનો લાભ મળે છે આવક મર્યાદા ૨૦૦૦૦૦/- હોય તેમને. કેંદ્ર પુરસ્કૃત યોજના.
અ.ન યોજના નુ નામ અનુ.જાતિની કન્યાઓને સાત ફેરા સમૂહ લગ્ન યોજના નાણાકિય યોજના.
યોજના ક્યારે શરૂ થઇ સને-૧૯૯૫-૯૬ થી
યોજનાનો હેતુ અનુ.જાતિના લોકોને દીકરીના લગ્ન પ્રસંગે થતા ખર્ચમા મદદરૂપ થવા.સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા.
યોજના વિશે (માહિતી) અનુ.જાતિની કન્યાના લગ્ન પ્રસંગે સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા કન્યા નામે રૂ.૧૦.૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુ તે વિગત દર્શાવો. તાલુકા નિરીક્ષક તથા જિલ્લા સ.ક.અ કચેરીનો સંપર્ક કરવાથી સહાય મળે.
યોજનાના લાભાર્થી માટે લાયકાત કન્યાના વાલીની વાર્ષિક આવક –મર્યાદા રૂ.૪૭૦૦૦/-થી ઓછી હોય તથા પુખ્ત વયની કન્યાને જ લાભ મળવાપાત્ર છે.
સંસ્થા દ્રારા આયોજિત સમૂહ લગ્નમાં જોડાયેલ કન્યાને સહાય મળવાપાત્ર છે
બીસીકે-૫૭ સાતફેરા સમૂહ લગ્ન યોજના
ક્રમ વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ
બી.સી.કે - ૬ સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને સાયકલની ભેટ.
બી.સી.કે - ૨ અનુ.જાતિ માટેની એસ.એસ.સી પૂર્વેના વિદ્યાર્થીઓ માટે રાજ્ય શિષ્યવૃત્તિ યોજના.
બી.સી.કે - ૪ અસ્વચ્છ વ્યવસાયમા રોકાયેલા વાલીઓના બાળકોને પૂર્વ એસ.એસ.સી મુની મેતરાજ (કેન્દ્ર પુરસ્કૃત) શિષ્યવૃત્તિ યોજના.
બી.સી.કે - ૧૬ સરકારી/ગ્રાન્ટેડ શાળામાં ધો ૧ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને બે જોડી ગણવેશ સહાય માટે રૂ! ૩૦૦/-.
બી.સી.કે -૧૭ ધો ૧ થી ૮ મા અભ્યાસ કરતા અતિપછાત જાતિના બાળકોને ખાસ શિષ્યવૃત્તિ.
બી.સી.કે -૧૭ (એ) ધો ૯ થી ૧૦ મા અભ્યાસ કરતા અતિપછાત જાતિના બાળકોને ખાસ શિષ્યવૃત્તિ.
બી.સી.કે - ૭૧ અનુ.જાતિ માટેની એસ.એસ.સી પૂર્વેના વિદ્યાર્થીઓ માટે રાજ્ય શિષ્યવૃત્તિ યોજના .
બી.સી.કે ૩૫ ધો.૯ થી ૧૦ ના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્ર્રીક (કેન્દ્ર પુરસ્કૃત) શિષ્યવૃત્તિ યોજના.
બી.સી.કે - ૧૯ સુબેદાર રામજી આંબેડકર છાત્રાલય અનુદાન યોજના.
ક્રમ મહિલાઓ માટેની યોજનાઓ
બી.સી.કે - ૫૫ કુંવરબાઇ મામેરુ સહાય.
બી.સી.કે - ૫૭ સાતફેરા સમૂહ લગ્ન.
ક્રમ ખેડૂતો માટેની યોજનાઓ
ખેતીની જમીન ખરીદવા માટેની સહાય યોજના.
ક્રમ ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટેની યોજનાઓ
ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટેની યોજનાઓ - જિલ્લા સમાજ કલ્યાણ શાખા.
બી.સી.કે- ૫૦ અનુ.જાતિ પેટા યોજના માટે વ્યક્તિગત ધોરણે આંબેડકર આવાસ યોજના નાણાકીય.સહાય
બી.સી.કે - ૫૨ અનુ.જાતિ પેટા યોજના વલ્મીકી, નાડિયા જાતિના ઇસમોને આવાસ માટે નાણાકીય સહાય
બી.સી.કે.- ૬૨ અંતેષ્ઠી સહાય.