×

સ્‍પ્રેઇંગ

માન. સરકારશ્રીના નિયમ અનુસાર તેમજ નિયત ક્રાઇટેરીયા મુજબ જે વિસ્તારમાં મેલેરિયા કેસોમાં નોંધપાત્ર વધારો તથા જો મેલેરીયાથી મરણ નોંધાયતો તે વિસ્તારને મેલેરિયા સંવેદનશીલ ગણી સરકારશ્રીના નિયમ અનુસાર તે વિસ્તારમાં જંતુનાશક દવાનો છટંકાવ હાથ ધરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૫માં ગાંધીનગર તાલુકાના સંવેદનશીલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉનાવા તથા મોટી આદરજના કુલ -૨ ગામોની કુલ ૪૯૫ વસ્તીમાં આલ્ફાસાયપરમેથ્રીના ૫ ટકાના બે રાઉન્ડ હાથ ધરવામાં આવેલ જેમાં અનુક્રમે પ્રથમ રાઉન્ડમાં ૯૧.૫ ટકા, બીજા રાઉન્ડમાં ૯૩.૪ ટકા સિધ્ધી મેળવવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૬ માં ગાંધીનગર જિલ્લાનું એક પણ ગામ હાઇરીસ્ક ગામ તરીકે માન. સરકારશ્રીના નિયમ અનુસાર તેમજ નિયત ક્રાઇટેરીયા મુજબ આવતુ ન હોવાથી જંતુનાશક દવાનો છંટકાવ હાથ ધરવાનો રહેતો નથી.