×

પ્રસ્‍તાવના

ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના નિયંત્રણ હેઠળ નિયામકશ્રી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી ગાંધીનગરના નિયંત્રણ અને દેખરેખ હેઠળ જિલ્લા પંચાયત ગાંધીનગરની આંકડાશાખા ધ્વારા જિલ્લાની આંકડાકીય કામગીરી બજાવવા જિલ્લા આંકડા અધિકારીશ્રી વર્ગ-૧ની નિમણૂક થયેલ છે.

જિલ્લા આંકડા અધિકારીશ્રીના નિયંત્રણ હેઠળ આંકડાશાખામાં હાલમાં એક સંશોધન અધિકારી વર્ગ-૨(૧૧ માસ કરાર આધારીત) ૩- સંશોધન મદદનીશ, ૧- આંકડા મદદનીશ, ૨- જુનીયર ક્લાર્ક અને ૨- પટાવાળાનુ મહેકમ મંજુર થયેલ છે. ગાંધીનગર જિલ્લામાં કુલ-૧૫ આંકડામદદનીશનું મહેકમ મંજુર થયેલ છે.જે પૈકી ૧૦ જગ્યા બઢતીની તથા ૫ જગ્યા સીધી ભરતીની છે. જિલ્લા કક્ષાએ આંકડાકીય કામગીરી માટે સમાજકલ્યાણ શાખા, આરોગ્ય શાખા, આઇ.સી.ડી.એસ શાખા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે એક આંકડા મદદનીશની જગ્યા મંજુર થયેલ છે. આઇ.સી.ડી.એસ હસ્તકના ૬ બ્લોક મા તમામ બ્લોક દીઠ એક પ્રમાણે ૬ આંકડા મદદનીશનુ મહેકમ મંજુર થયેલ છે. આંકડાશાખાના સીધા નિયંત્રણ હેઠડ દરેક તાલુકા પંચાયત મા આંકડાકીય કામગીરી બજાવવા એક આંકડા મદદનીશ ફરજ બજાવે છે.

તાલુકા પંચાયતના આંકડા મદદનીશ સરકારશ્રી તરફથી સોંપવામાં આવતી તમામ મોજણી અંગેની આંકડાકીય માહિતીને લગતી કામગીરી કરે છે જન્મ– મરણ નોંધણી ,લગ્ન નોંધણી અંગેના સુપરવિઝનની કામગીરી, તાલુકાની આંકડાકીય રૂપરેખા, ખેતીને લગતી ટી.આર.એસની માહીતી, ફોર કાસ્ટ રીપોર્ટ, વિકેન્દ્રીત જિલ્લા આયોજનના કામોની પ્રાથમિક કામગીરી તેમજ સરકારશ્રી દ્વારા યોજાતા ખાસ મહોત્સવ જેવાકે કૃષિ મહોત્સવ, ખેલ મહાકુંભ, ગુણોત્સવ,શાળા પ્રવેશોત્સવ,ગરીબ કલ્યાણ મેળામાં લાયઝન તરીકેની કામગીરી કરવામાં આવે છે. જિલ્લાની આંકડાકીય રૂપરેખા માટે માહિતી મેળવી જિલ્લાના વિકાસના કામે પુરી પાડવામાં આવે છે તથા સરકારશ્રી દ્વારા જરૂરી આંકડાકીય માહિતીને લગતી કામગીરી તાલુકા પંચાયતના સંકલનથી જિલ્લા કક્ષાના સંકલનમા હાથ ધરવામા આવે છે.